Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ગાંજા સાથે પકડાયેલ યુવક - યુવતિની જામીન અરજીને સેસન્સ કોર્ટે ફગાવી દીધી

રાજકોટ તા. ૯: ૭ કિલો ગાંજા સાથે પકડાયેલ યુવક યુવતિની જામીન અરજી રદ કરવા સેસન્સ અદાલતે હુકમ કર્યો હતો.

ગત તારીખ ર૧-૮-ર૦ રોજ જુની કલેકટર કચેરી વાળા રોડ રૂખડીયા તરફ જતા આવેલ મામા સાહેબના મંદિર પાસે જાહેર રોડ ઉર જતા એક યુવક અને યુવતિને પોલીસે અટકાવી તેના થેલાની તલાસી લેતા ૭ કિલોથી વધુ ગાંજો મળી આવેલ તે ગુન્હામાં પોલીસે આરોપી ઇમ્તીયાઝ ઉર્ફે ઇનિયો ઉર્ફે ઠુઠો અલ્લારખ્ખા શેખ તથા યાસ્મીનબેન ગુલાબભાઇ સેલતની ધરપકડ કરી જેલ હવાલે થયેલ બન્ને આરોપીઓએ સેસન્સ કોર્ટમાં જામીન ઉપર છુટવા અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા હાજર થયેલ અને જામીન અરજીનો વિરોધ કરતા જણાવેલ કે આરોપી સામે સમાજ વિરોધી ગુન્હો છે. આવા લોકો નશીલા પદાર્થોનું વેચાણ કરી યુવા ધનને નશાયુકત કરી નાખે છે. જેના કારણે અનેક કુટુંબો બરબાદ થઇ જાય છે તેથી આવા ગુન્હાના આરોપીઓની જામીન અરજી રદ કરવી જોઇએ.

સરકાર પક્ષની દલીલને ધ્યાને લઇ સેસન્સ જજ શ્રી યુ. ટી. દેશાઇ એ બન્ને આરોપીઓની જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

(2:39 pm IST)