Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

૧૪ મીથી સ્પાઇસ જેટ રાજકોટ-મુંબઇ વચ્ચેનો ૧૮મીથી રાજકોટ-દિલ્હી વચ્ચે ફલાઇટ ઉડાડશે

બંન્ને ફલાઇટો સવારે જ આવશેઃ બુકીંગ ચાલુઃ બન્નેનો સમય હવે ફાઇનલ થશે

રાજકોટ, તા., ૯: હાલ એર ઇન્ડીયાથી રાજકોટ-મુંબઇ વચ્ચે વીકમાં ત્રણ દિવસ મંગળ-ગુરૂ-શની ફલાઇટનું આવાગમન છે.

તો રાજકોટ-દિલ્હી વચ્ચે ડાયરેકટર બે દિવસ ફલાઇટ એર ઇન્ડિયા ઉડાવી રહી છે. હવે સ્પાઇસજેટ પણ મેદાનમાં આવ્યું છે અને તા. ૧૪મીથી રાજકોટ-મુંબઇ વચ્ચે ડેઇલી ફલાઇટ ઉડાડશે. સંભવત આ ફલાઇટ સવારે ૮ વાગ્યે આવી ૮-૩૦ કલાકે રાજકોટથી મુંબઇ રવાના થશે. જો કે આ સમયમાં ફેરફાર થવાની શકયતા રહેલી છે. રવિવારે ટાઇમ  ફાઇનલ થઇ જશે.

આ ઉપરાંત સ્પાઇસ જેટ ૧૮મીથી રાજકોટ દિલ્હી વચ્ચે પણ ડેઇલી ફલાઇટ ઉડાડશે આ અંગે પણ બુકીંગ શરૂ થઇ ગયું છે. આ ફલાઇટ સવારે ૯ વાગ્યે રાજકોટ આવી ૯-૩૦ કલાકે દિલ્હી રવાના થાય તેવી શકયતા હોવાનું વિશ્વસનીય અધિકારી વર્તુળો જણાવી રહ્યા છે.

(3:13 pm IST)
  • બપોરે ૪ વાગ્યે :ગાંધીનગરમાં ધોધમાર વરસાદ : ધીનગરમાં આજે બપોરે એકાએક વાતાવરણમાં પલ્ટો આવી ગયો હતો :બપોરના સમયે સાંજ જેવું વાતાવરણ :વિજળીના કડાકા - ભડાકા સાથે ધોધમાર વરસાદ ચાલુ access_time 4:30 pm IST

  • " હાય રે ગરીબી " : ચીન જઈ લીવર અને કિડની વેચી રહેલા 7 પાકિસ્તાની નાગરિકો પકડાયા : 4 લાખ રૂપિયા ચૂકવી શરીરના મહત્વના અંગો ખરીદી લેવાનું ચીનનું આંતર રાષ્ટ્રીય નેટવર્ક પકડાયું : ગેરકાયદે ધંધા સાથે જોડાયેલા પાકિસ્તાની એજન્ટની FIA દ્વારા ધરપકડ access_time 2:36 pm IST

  • ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર ધીમેધીમે વાદળાઓ આવતા જાય છે. આગામી દિવસોમાં અલગ અલગ વિસ્તારોમાં હળવા-ભારે વરસાદની આગાહી થઈ છે. મહારાષ્ટ્ર મુંબઈ ઉપર સતત વાદળોની જમાવટ જોવા મળે છે. access_time 9:36 pm IST