Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

મ.ન.પા.નો સ્ટાફ ભાંગી પડયો : ભારે ફફડાટ : મોટીવેશનલ સ્પીચની વ્યવસ્થા કરવી પડી

રોટેશન મુજબ ડયુટી સોંપવા માંગણી

રાજકોટ : કોરોના સંક્રમણ હવે અત્યંત વધી ગયું છે ત્યારે શહેરને કોરોનાથી બચાવવા માટે ફરજ બજાવતા મ.ન.પા.ના કર્મચારીઓ અને અધિકારીઓમાં કોરોના ઝડપભેર પ્રસરવા લાગતા હવે જેટલા કર્મચારીઓ અધિકારીઓ કોરોનાથી બચી ગયા છે. તેઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. સતત કોરોનાની કામગીરી વચ્ચે માનસિક તનાવથી ભાંગી પડયા છે ત્યારે ગઇકાલે આવા કર્મચારીઓ અને અધિકારીઓ માટે મોટીવેશનલ સ્પીચ અને કાઉન્સેલીંગનું આયોજન મ્યુ. કમિશનર દ્વારા કરાવાયુ હતું.

કેમકે હવે મ.ન.પા.ના સ્ટાફનો કોરોના ટેસ્ટ અત્યંત જરૂરી હોય તો જ કરાવવાનો નિર્ણય લેવાયો છે.

જેનાથી કર્મચારીઓમાં કચવાટ ફેલાયો છે અને એકધારી કોરોનાની કામગીરી સોંપવાને બદલે અમદાવાદ મ.ન.પા.ની જેમ રોટેશન મુજબ કોરોનાની કામગીરી સોંપી વચ્ચે બે-ત્રણ દિવસનો બ્રેક આપવા મ.ન.પા.ના સ્ટાફમાં માંગ ઉઠવા પામી છે.

(3:18 pm IST)