Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

વ્યાજની રકમ વસુલવા ત્રાસ અપાતા વૃધ્ધ માતાની પોલીસ કમિશનરને ફરિયાદ

રાજકોટ,તા. ૯: પુત્રએ વ્યાજેથી લીધેલા પૈસા વ્યાજ સહિત આપી દેવા છતાં વધુ રકમની માંગણી કરતા વ્યાજ ખોરોના ત્રાસથી કંટાળેલ માતાએ વ્યાજખોરોની સામે ફરિયાદ નોંધાવેલ છે.

રાજકોટમાં મિલપરા વિસ્તારમાં રહેતા એવા સાધારણ અને ખાનદાની કુંટુંબના માતા તથા પિતાનો પુત્ર પ્રિયેશભાઇ મનીષભાઇ સુચકએ કામે (૧) મોહિતભાઇ ઝરીયા તથા નં. (૨) શ્રી જયેશભાઇ ભટ્ટ નામના વ્યકિતઓ પાસેથી પૈસા વ્યાજે ઉછીના લીધેલા હતા. તે પૈસા ઉઘરાણી કરવા સંબંધે તેઓના માતા તથા પિતાને ઉપરોકત ઇસમો દ્વારા માનસિક, શારિરીક તથા આર્થિક રીતે આપવાાં આવતા દુઃખ ત્રાસથી કંટાળીને પુત્ર શ્રી પ્રિયેશભાઇ મનીષભાઇ સુચકની માતાએ રાજકોટ કમિશનર શ્રી સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવેલ છે.

અમોના પતિએ એક અઠવાડિયાની અંદર સદરહું રકમની ભરપાઇ કરી આપેલ તેમ છતાં થોડોક સમય વિત્યાબાદ ફરીવાર અમો ફરિયાદીના પતિની દુકાને આવેલા અને અમોના પતિને કહેલ કે તારા છોકરાની પાસેથી મારે હજી રકમ રૂ. ૮૦,૦૦૦ દેવાના બાકી છે. જો મને મારા પૈસા નહિ આપીશ તો તારા પુત્રને દેવના રકમ રૂ. ૮૦,૦૦૦ની પાછળ તારા રકમ રૂપિયા દસ લાખ અને આ દુકાન પણ જાશે અને મારા પૈસા નહિ આપ્યા તો તારા પુત્ર અને તને બન્નેને જાનથી મારી નાખીશ' આમ, અમો ફરિયાદી તથા પરિવારજનોને સતત માનસિક, શારીરિક તથા આર્થિક રીતે દુઃખ ત્રાસ આપીને એકમાત્ર હેરાન-પરેશાન કરીને વ્યાજ ખોરોના ત્રાસમાંથી મુકિત મેળવવા માટે અમો ફરિયાદીએ રાજકોટ કમિશનરશ્રીને લેખિત ફરિયાદ નોંધાવેલ છે.

(3:50 pm IST)