Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ગોંડલ રોડ પર મારૂતીવાન પલ્ટી ખાઇ ગઇ : મહિલાનો ચમત્કારીક બચાવ

રાજકોટ : ગોંડલ રોડ ચોકડી માલવીયા કોલેજ તરફ આવતી એક મારૂતીવાન રામદેવ મોબાઇલ નામની દુકાન પાસે એકાએક પલ્ટી ખાઇ ગઇ હતી. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને ટ્રાફીક જામ થતાં કોઇએ જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફીક કલીયર કરાવ્યો હતો. વાન કોઇ મહિલા ચલાવતી હોવાનું અને વણાંક લેવા જતા વાન પલ્ટી ખાઇ ગઇ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આ બનાવમાં કોઇ જાનહાની થઇ ન હતી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:51 pm IST)