Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

રાજકોટ વીજ તંત્રમાં ખળભળાટ : સમુહ ટેસ્ટીંગમાં એકસાથે ર૪ને કોરોના નીકળી પડયોઃ આજે પણ ટેસ્ટીંગ

જુના પાવર હાઉસ-લક્ષ્મીનગર-આજી વિસ્તારની વીજ કચેરીઓનો સ્ટાફ ઝપટેઃ તમામ કચેરી સનેટાઇઝ કરવા દોડધામ : ગઇકાલે ૩૦૦નું કોર્પોરેશને ટેસ્ટ કર્યુઃ આજે પણ વધુ ૩૦૦ કર્મચારી-અધિકારીને બોલાવાયા

રાજકોટ તા. ૯ :.. રાજકોટ વીજ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. એકી સાથે ર૪ કર્મચારી - અધિકારીને કોરોના પોઝીટીવ જાહેર થતા ખળભળાટ મચી ગયો છે.

કોર્પોરેશન દ્વારા ગઇકાલથી શહેરના તમામ વીજ સ્ટાફનું ટેસ્ટીંગ શરૂ કરાયું છે, ગઇકાલે બીગ બજાર  પાછળ આવેલ કોર્પોરેશનની વેસ્ટ ઝોન કચેરી ખાતે વીજ તંત્રના ૩૦૦ના સ્ટાફને ટેસ્ટ માટે બોલાવાયો હતો, જેનો રીપોર્ટ આવતા ર૪ને કોરોના પોઝીટીવ જાહેર થતા એ તમામને હોમ આઇસોલેશન કરી દેવાયા છે, આ ર૪ માં એક જૂનીયર અને એક ડે. ઇજનેરનો પણ સમાવેશ થાય છે,  આ ર૪ ના સંપર્કમાં આવનાર ૪રના સ્ટાફને હોમ કોરોન્ટાઇન કરી દેવાયા છે, જે ર૪ કર્મચારીને કોરોના થયો તે લક્ષ્મીનગર-આજી ઇન્ડસ્ટ્રીયલ - આજી સબ ડીવીઝન - જૂના પાવર હાઉસ કચેરીનો સ્ટાફ હોય એ તમામ કચેરી સેનેટાઇઝ કરવા દોડધામ થઇ રહી છે.

દરમિયાન આજે વધુ ૩૦૦ ના સ્ટાફનું ટેસ્ટીંગ સવારે ૧૧ વાગ્યાથી શરૂ કરાયું છે, જે તમામનો રીપોર્ટ સાંજે આવી જશે તેમ અધિકારી સૂત્રોએ ઉમેર્યુ હતું.

(3:52 pm IST)