Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

કોરોના સંદર્ભે ભરવાડ સમાજનો ક્રાંતિકારી નિર્ણય

દુઃખદ પ્રસંગોમાં બેસણા- લૌકિક વ્યવહાર બંધ રાખવા, ટેલીફોન દ્વારા જ સાંત્વના પાઠવવીઃ રાજકોટ ભરવાડ સમાજમાં આગેવાનોની બેઠકમાં લેવાયેલ નિર્ણય

રાજકોટઃ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કોરોના સંક્રમણ અટકાવવા માટે રાજકોટ ભરવાડ સમાજ દ્વારા એક ક્રાંતીકારી નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સમાજના દરેક પરિવારે દુઃખદ પ્રસંગે, બેસણા બંધ કરવા અને વિધિ ટુંકમાં પતાવવી એવું ગઈકાલે રાત્રે મચ્છુ માતાજીના મંદિર મળેલી ભરવાડ સમાજના આગેવાનોની બેઠકમાં સર્વાનું મતે નકકી થયેલ છે.

મળતી વિગત મુજબ અત્યારે કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે માત્ર સરકાર નહીં પરંતુ સૌ નાગરીકોએ પોતાની નૈતિક જવાબદારી સમજી સોશ્યલ ડીસ્ટ્રીસીંગ રાખવું જરૂરી બન્યું છે. ત્યારે ભરવાડ સમાજ દ્વારા સમગ્ર સમાજને જાહેર અપીલ કરી દુઃખદ પ્રસંગે બેસણા અને લૌકિક વ્યવહાર બંધ રાખી ટેલીફોનીક દ્વારા સાંત્વવના પાઠવી દુઃખની લાગણી વ્યકત કરવી.

ઉપરાંત ઉતરક્રિયાની વિધી પાંચ થી છ દિવસમાં જ પૂરી કરવી. એવું સર્વાનુંમતે નકકી થયેલ છે. જેનો દરેક પરિવારે અમલ કરી એક નાગરીક તરીકેની ફરજ અદા કરવા એક યાદીમાં જણાવ્યું છે. આ મીટીંગમાં ભીખાભાઈ પડસારીયા, રાજુભાઈ જુંજા, રણજીતભાઈ મુંધવા, ભરતભાઈ મકવાણા, બાબુભાઈ માટીયા, બાબુભાઈ ચાવડીયા, કરણભાઈ ગમારા, ગોપાલભાઈ ગોલતર, રામભાઈ ચાવડીયા, રઘુભાઈ લામકા, ધીરૂભાઈ ખીટ, કાબાભાઈ બાબુતર, બ્રીજલભાઈ ટારીયા, ગોપાલભાઈ સરસીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:56 pm IST)