Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

હાઇવે પર નીકળો તો ચેતજોઃ ટ્રાફીક પોલીસની હેલ્મેટ અંગે આકરી ઝૂંબેશમાં અનેક દંડાયા

રાજકોટ : વાહન અકસ્માતોના કિસ્સામાં મૃત્યુ દર વધતા અને ગંભીર ઇજાઓનું પ્રમાણ વધતાં સુપ્રિમ કોર્ટ અને ખાસ કમિટી દ્વારા હેલ્મેટ સામેની ઝૂંબેશ વ્યાપક બનાવવા માટે થયેલા આદેશ સંદર્ભે  આજથી તા. ર૦ મી સુધી હેલ્મેટ સંદર્ભેની સ્પેશ્યલ ડ્રાઇવ યોજવા આદેશ કરવામાં આવતા રાજકોટના ગોંડલ રોડ પર આવેલ ક્રિષ્ના પાર્ક પાસે ટ્રાફીક પોલીસ મથકના પીઆઇ એસ. એન. ગડુ સહિતના સ્ટાફે હેલ્મેટ સંદર્ભે ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું. તસ્વીરમાં હાઇવે પર હેલ્મેટ પહેર્યા વગર નિકળેલા વાહન ચાલકોને અટકાવી ટ્રાફીક પોલીસ કાર્યવાહી કરતી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:59 pm IST)