Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

મહાનગરપાલિકા દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવેલ ઓ.પી.ડી. વિભાગની મુલાકાત કરતા મ્યુનિ. કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારી

રાજકોટ : શહેરને કોરોના મુકત બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા પુરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે, દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ઓ.પી.ડી. વિભાગ શરૂ કરવામાં આવેલ છે, જયાંથી મહાનગરપાલિકાની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે, જેની આજ રોજ તા. ૦૯-૦૯-૨૦૨૦ ના રોજ મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનીલ રાણાવસીયા, મેડીકલ કોલેજના ઓ.એસ.ડી.શ્રી, સિવિલ હોસ્પિટલના આસી. ડીનશ્રી કમલ ગૌસ્વામી, મહાનગરપાલિકાના નાયબ આરોગ્ય અધિકારી પંકજ રાઠોડ વિગેરે અધિકારીઓ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી.સિવિલ હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓને મહાનગરપાલિકા દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે, જેમ કે સામાન્ય લક્ષણો જણાતા દર્દીએ સિવિલ હોસ્પિટલ સુધી આવવું ન હોય તો શહેરમાં મહાનગરપાલિકાના ૨૧ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લઇ શકે છે. જો કોરોના અંગેના કોઈપણ લક્ષણો જણાય તો પણ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર ખાતે સંપૂર્ણ ફ્રી માં સારવાર લઇ શકે છે. જો જરૂરી જણાયે મહાનગરપાલિકાના દ્વારા ઘરે આવીને સારવાર કરવામાં આવે છે વિગેરે માહિતીથી લોકોને માહિતગાર કરવામાં આવે છે.

(4:17 pm IST)