Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

રાજકોટ પીજીવીસીએલના વધુ 16 અધિકારીઓ- કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ :ફફડાટ

બે દિવસમાં 40 જેટલા પોઝિટિવ રિપોર્ટ આવતા ચિતાની લાગણી :આજે વધુ 410 ટેસ્ટ કરાયા

રાજકોટ પીજીવીસીએલના વધુ 16  અધિકારીઓ-કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા ફફડાટ ફેલાયો છે છેલ્લા બે દિવસમાં 40  રિપોર્ટ પોઝિટિવ આવતા ઘેરી ચિંતાની લાગણી પ્રસરી છે

 દરમિયાન આજે વધુ 410 લોકોના ટેસ્ટ કરાયા હતા જોકે હવે શહેરના તમામ વીજ કર્મચારીઓના કોરોના ટેસ્ટ કામગીરી પૂર્ણ થઇ હોય તેમ જાણવા મળે છે

(11:15 pm IST)