Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

જિલ્લા પંચાયતમાં ફરીયાદ - રજૂઆત માટે ધક્કો નહિ : વોટ્‍સએપ કરો

આધુનિક હેલ્‍પ લાઇન શરૂ કરાવતા ડી.ડી.ઓ. દેવ ચૌધરી

રાજકોટ તા. ૮ : જિલ્લા પંચાયતે સમયને અનુરૂપ આધુનિક ટેકનોલોજીના ઉપયોગમાં આગેકદમ માંડયા છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરીએ આજથી વોટ્‍સઅપ આધારિત હેલ્‍પલાઇન શરૂ કરાવી છે. આ સેવા માટે લેન્‍ડ લાઇન ફોન નં. ૦૨૮૧-૨૪૭૭૦૦૮ નો ઉપયોગ થઇ શકશે. આ નંબર ડી.ડી.ઓ. કચેરીના નંબર તરીકે વર્ષોથી કાર્યરત છે. હવે તેનો હેલ્‍પલાઇન તરીકે પણ ઉયોગ થશે.
સામાન્‍ય માણસને અત્‍યારે કોઇ ફરિયાદ કરવી હોય કે કોઇ અરજી આપવી હોય કે કોઇ માર્ગદર્શન જોતું હોય, કયાં અને કોનો સંપર્ક કરવો માટે ઘણી બધી મુશ્‍કેલીનો સામનો કરવો પડે છે અને તે સિવાય કદાચ અરજી કે ફરીયાદનો સમયસર હલ પણ નહીં નીકળતો. આ માટે રાજકોટ જિલ્લા પંચાયત આજથી વોટ્‍સએપ હેલ્‍પલાઇન પ્રારંભ કરી રહી છે.
જેમાં અરજદાર ઘેર બેઠા બેઠા ફરિયાદ નોંધાવી શકે છે. અરજદારને યુનિક અરજી નંબર આપવામાં આવશે જે તે અરજીનો ફોલો જોઇ શકશે અને અરજીના નિકાલ પછી વોટ્‍સએપ ઉપર જ અરજદારને જાણ કરવામાં પણ આવશે. ફરિયાદ સિવાય પણ, લોકો કોઇ પણ પ્રકારની સલાહ - સુચન પણ આપી શકે છે. હવે લોકોને ફરિયાદ કે રજૂઆત માટે કચેરી આવવા અને કાગળ પ્રયોગ કરવાની કોઇ જરૂરત નથી.

 

(11:57 am IST)