Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

નવા ૧૫૦ રીંગ રોડ પર અવાવરૂ પટમાં ઝાડીમાં છુપાવેલો ૩૦ હજારનો દારૂ જપ્ત

તાલુકા પોલીસના આર. બી. જાડેજા, અમીનભાઇ અને ધર્મરાજસિંહની માહિતી પરથી મોડી રાતે દરોડોઃ દિવ્યેશ ઉર્ફ ચુલબુલનું નામ ખુલ્યું

રાજકોટ તા. ૯:  નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર આદર્શ લકઝુરીયા સાઇટ સામેના ભાગે અવાવરૂ પ્લોટમાં દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમી પરથી તાલુકા પોલીસે મોડી રાતે દરોડો પાડી રૂ. ૩૦ હજારનો ૬૦ બોટલ દારૂ કબ્જે કર્યો છે. આ દારૂ દિવ્યેશ ઉર્ફ ચુલબુલ બોરીચા સહિતે ઉતાર્યો હોવાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

એએસઆઇ આર. બી. જાડેજા, કોન્સ. અમિનભાઇ ભલુર અને ધર્મરાજસિહ રાણાને મળેલી બાતમી પરથી અવાવરૂ પ્લોટની ઝાડીમાં દરોડો પાડી તપાસ કરતાં ઝાડી પાછળ છુપાવી રાખેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. એસીપી જે. એસ. ગેડમ, એસીપી ડી. વી. બસીયાની રાહબરીમાં તાલુકા પીઆઇ જે. વી. ધોળાની સુચના મુજબ પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ આર. બી. જાડેજા, હેડકોન્સ. વિજયગીરી, મોહસીનખાન મલેક, કોન્સ. અમિનભાઇ, મનિષભાઇ, લાલજીભાઇ, ધર્મરાજસિંહ અને હર્ષરાજસિંહે આ દરોડો પાડ્યો હતો.

(3:13 pm IST)