Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

છોટુનગર ઝૂપડપટ્ટી નજીક બાઇકનું હોર્ન વગાડતાં નીકળેલા શહેઝાન પર હુમલો

બે દિવસ પહેલા ચડભડ થઇ હતી તેનો ખાર હતો ત્યાં ફરી ડખ્ખો મહમદહુશેન દલવાણી અને મુસ્તાક મહમદે ધોકાવાળી કરીઃ પગમાં ગંભીર ઇજા

રાજકોટ તા. ૯: રૈયા રોડ હનુમાન મઢી પાછળ એરપોર્ટ ફાટકથી મઢી તરફ જવાના રસ્તા પર બગીચા નજીક ઝૂપડપટ્ટીવાળા રોડ પર બાઇકનું હોર્ન વગાડતાં નીકળેલા શિવપરાના શહેઝાન રફિકભાઇ પાલાણી (ઉ.વ.૧૮) નામના યુવાન પર બે શખ્સોએ ધોકાથી હુમલો કરી પગમાં ગંભીર ઇજા પહોંચાડી તેમજ શરીરે મુંઢ માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. શહેઝાન ગઇકાલે બપોર બાદ સવા ત્રણેક વાગ્યે નીકળ્યો ત્યારે હુમલો થયો હતો. પીએસઆઇ પી. કે. ક્રિશ્ચીયન અને કૃષ્ણસિંહ એન્ટ્રીને આધારે હોસ્પિટલે પહોંચી તપાસ કરતાં એવી પ્રાથમિક વિગતો બહાર આવી હતી કે બે દિવસ પહેલા શહેઝાનને બે શખ્સો સાથે બોલાચાલી થયા બાદ સમાધાન થઇ ગયું હતું. ગઇકાલે શહેઝાન બાઇકમાં હોર્ન વગાડતો વગાડતો નીકળતાં તેને આંતરીને હુમલો કરાયો હતો. બે શખ્સો મહમદહુશેન દલવાણી અને મુસ્તાક મહમદના નામ સામે આવ્યા હોઇ તેને પુછતાછ માટે બોલાવાયા છે.

(3:14 pm IST)