Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

અરવિંદભાઇ મણીઆરના જન્મ દિવસ નિમિતે 'સુર તરંગ' કાર્યક્રમમાં સુફી ગીતો રેલાયા

રાજકોટ : રાજકોટના વિકાસના સ્વપ્નદ્રષ્ટા અને રાજકોટ નાગરિક સહકારી બેંકના ભૂતપૂર્વ ચેરમેન તથા પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઇ મણીઆરની સ્મૃતિમાં રચાયેલ શ્રી અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના ઉપક્રમે અરવિંદભાઇના જન્મ દિવસ નિમિતે 'સુર તરંગ' કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. સુરતના સુફી ગીતોના ખ્યાતનામ કલાકાર ભાવિન શાસ્ત્રી અને તેમના પુત્ર રીધમ શાસ્ત્રી વગેરેએ જુના નવા ફિલ્મી ગીતો તેમજ દેશભકિતના ગીતોની રમઝટ બોલાવી હતી. સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયુ હતુ. અધ્યક્ષસ્થાને કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઇ વાળાએ ઉપસ્થિત રહી અરવિંદભાઇએ કરેલ પ્રદાનોને યાદ કર્યા હતા. આ તકે અરવિંદભાઇ સાથે દીર્ઘકાલીન સેવાઓ આપનાર પ વ્યકિતઓ ઇશ્વરભાઇ ગોગીયા (મરણોત્તર), મધુસુદનભાઇ માણેક, પ્રબોધભાઇ મહેતા, હરીશભાઇ જોશી, નાગજીભાઇ પટેલનું મહેમાનોના હસ્તે શાલ ઓઢાડી, મોમેન્ટો અને 'પ્રકાશને પંથે' પુસ્તક આપી સન્માન કરાયુ હતુ. 'સુર તરંગ' કાર્યક્રમમાં સુફી કલાકાર ભાવિનભાઇ શાસ્ત્રી અને તેમની ટીમે અવનવા ગીતો રજુ કરી જમાવટ કરી હતી. શ્રોતાઓ ઝુમી ઉઠયા હતા. આ કાર્યક્રમમાં શૈલેષભાઇ ઠાકર, નલીનભાઇ વસા, જીવણભાઇ પટેલ વગેરે ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમની સફળતા માટે અરવિંદભાઇ મણીઆર જન કલ્યાણ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો. વલ્લભભાઇ કથીરીયા, ટ્રસ્ટીઓ હંસીકાબેન મણીઆર, જયોતીન્દ્રભાઇ મહેતા, કલ્પકભાઇ મણીઆર, શિવુભાઇ દવે, મહાસુખભાઇ શાહ ઉપરાંત પ્રોજેકટ ઇન્ચાર્જ જયંતભાઇ ધોળકીયા, નીલેશભાઇ શાહ, અશોકભાઇ પંડયા, લક્ષ્મણભાઇ મકવાણા, જહાન્વીબેન લાખાણી, હસુભાઇ ગણાત્રા, રાજુલભાઇ દવે, પ્રભાતભાઇ ડાંગર, હરીશભાઇ શાહ, ગુણવન્તભાઇ ભટ્ટ, રમેશભાઇ પરમાર, ભુપેન્દ્રભાઇ શાહ, ઇન્દ્રવદનભાઇ રાજગુરૂ, ભરતભાઇ અનડકટ, જગદીશભાઇ જોશી, કમલેશભાઇ મહેતા, મનીષભાઇ શેઠ, સંજયભાઇ ઓઝા, સંજયભાઇ મોદી વગેરેએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન નીલેશભાઇ શાહે કરેલ.

(3:20 pm IST)