Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

કિશાનપરા ચોકના જન ઔષધી કેન્દ્રની નોડલ સ્ટોર તરીકે પસંદગી : કાલે સેવાયજ્ઞ

૭૫ સ્વતંત્રતા સેનાનીઓને કરાશે મેડીકલ કીટનું વિતરણ

રાજકોટ તા. ૯ : હાલ દેશભરમાં 'આઝાદી કા અમૃત મહોત્સવ' ની ઉજવણી ચાલી રહી છે. તેના ભાગરૂપે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિયોજના દ્વારા દેશભરમાં ૩૩ નોડલ સ્ટોર નિયુકત કરવામાં આવેલ છે. તે પૈકી સૌરાષ્ટ્ર કચ્છના રાજકોટ ખાતે કિશાનપરા ચોકમાં, મહિલા કોલેજ રોડ પર આવેલ 'પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્ર' ને નોડલ સ્ટોર બનાવવામાં આવેલ છે.

આ નિમિતે તા. ૧૦ ના રવિવારે સવારે ૧૦ વાગ્યાથી સ્ટોર ઉપરથી ૭૫ સીનીયર સીટીઝન્સ અને ૭૫ સ્વાતંત્ર્ય સેનાનીઓને વિનામુલ્યે મેડીકલ ફસ્ટ એડ કીટનું વિતરણ કરાશે. તેમજ જાહેર જનતા માટે મેડીકલ ચેકઅપ કેમ્પ રાખેલ છે. આ અવસરે સ્વાતંત્રતા સેનાનીઓનું પણ મોમેન્ટો બુકે આપી સન્માન કરાશ.

સમારોહમાં ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ડો. દર્શીતાબેન શાહ, કલેકટર શ્રી, રીટાયર્ડ કેપ્ટન જયદેવ જોષી, રીટાયર્ડ સાર્જન્ટ વનરાજસિંહ જાડેજા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. તેમ અનીલભાઇ પાંચાણી (મો.૭૫૬૭૭ ૦૦૧૨૭) ની યાદીમાં જણાવાયુ છે.

(3:21 pm IST)