Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

ગઇસાંજ રૈયાધારના બાળકને કોરોના પોઝિટિવ દેખાતા ચિંતાનું મોજ

શહેરમાં આજે બપોર સુધીમાં '૦' કેસ : વિસ્તારમાં ટેસ્ટીંગ,સર્વે સહિતની કાર્યવાહી

રાજકોટ તા. ૯ : ગઇકાલ સાંજે  રૈયાધાાર વિસ્તારનાં ૫ વર્ષનાં બાળકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા મ.ન.પા.નું તંત્ર ઉંધામાથે થઇ ગયું છે.

 એક સપ્તાહમાં કોરોનાના૩ નવા કેસ આવતા આરોગ્ય તંત્ર ઉંધા માથે થઇ ગયું છે. તાત્કાલિક રૈયાધાર વિસ્તારમાં મેડીકલ સર્વે શરૂ કરી દીધો છે. દવા છંટકાવની કામગીરી પણ શરૂ કરી છે અને તહેવારોમાં સંક્રમણ વધુ ન ફેલાય તે માટે જો આ વિસ્તારમાં વધુ કેસ જોવા મળે તો આ વિસ્તારોમાં કન્ટેન્ટમેન્ટ ઝોન પણ જાહેર કરવાની તૈયારીઓ કરી લીધી છે.

બપોર સુધીમાં ૦ કેસ

શહેરમાં આજે બપોર સુધીમાં શુન્ય કેસ નોંધાયો છે.  કુલ આંક ૪૨,૮૨૭એ પહોંચ્યો છે. આજ દિન સુધીમાં ૪૨,૩૬૬ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.  રિકવરી રેટ ૯૮.૯૨ ટકા થયો. હાલમાં ૩ દર્દીઓ સારવાર હેઠળ છે.

(4:04 pm IST)