Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકી પાસે બેભાન થતાં અજાણ્યા પુરૂષનું મોત

વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૯: સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકી પાસે અજાણ્યો આશરે ૫૦ વર્ષનો પુરૂષ બેભાન થઇ જતાં કાર્યકર રમણિકભાઇ પરમારે તેને ઇમર્જન્સી વોર્ડમાં સારવાર માટે ખસેડ્યો હતો. પરંતુ તેનું મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના અલ્પેશભાઇ વઘેરાએ જાણ કરતાં પ્ર.નગરના એએસઆઇ કનુભાઇ માલવીયા અને રામજીભાઇ પટેલે એ.ડી. નોંધી કાર્યવાહી કરી હતી. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(4:06 pm IST)