Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

મેહુલ ઉર્ફ મામો ઉર્ફ ગંજેરી છરી સાથે પકડાયોઃ અગાઉ છ ગુનામાં સંડોવણી

યુનિવર્સિટી પોલીસની ટીમે પંચાયત ચોકમાંથી પકડ્યો

રાજકોટ તા. ૯: મવડી રોડ વિશ્વેશ્વર મંદિર પાસે કૈલાસનગર-૨ બંધ શેરીમાં ચામુંડા નિવાસ ખાતે રહેતાં મેહુલ ઉર્ફ મામો ઉર્ફ ભુરી ઉર્ફ ગંજેરી ધનજીભાઇ જેઠવા (રજપૂત) (ઉ.વ.૨૨) નામના શખ્સને યુનિવર્સિટી પોલીસની ટીમે પંચાયત ચોકમાંથી છરી સાથે પકડી લીધો છે.

મેહુલ ઉર્ફ ભુરી અગાઉ માલવીયાનગર, ભકિતનગરમાં મારામારી, ચોરી, નિર્લજ્જ હુમલો, વાહન ચોરી સહિતના છ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. એસીપી  પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ એ. એસ. ચાવડાની ટીમના એએસઆઇ એચ. એન. રાયજાદા, હેડકોન્સ. વિજયભાઇ બાલસ, મેહુલસિંહ ચુડાસમા, વિપુલભાઇ ઓલકીયા, નિલેષભાઇ મિંયાત્રા સહિતે આ કામગીરી કરી હતી. 

(4:06 pm IST)