Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

પ્રેમમંદિર સામેના હોકર્સ ઝોનમાં ર૮ લારીઓમાં ફૂડ શાખાનું ચેકીંગ : ૭ કિલો વાસી ખોરાકનો નાશ

રાજકોટ, તા. ૯ :  મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા જાહેર આરોગ્ય હિતાર્થે પ્રેમ મંદિર સામે, કાલાવડ રોડ પર ખાણીપીણીઓની ર૮  રેકડીમાં ચેકી઼ગ કરવાામં આવ્યું હતું. આ ચેકીંગ દરમયાન દિલખુશ પાણીપુરીમાંથી, વાસી પાણીપુરીનું પાણી ૩ લિટર, શ્રી રામ ચાઇનીઝ પંજાબી માંથી, ૩૦૦ જીએમ એમએસજી ઓમ ચાઇનીઝ પંજાબી ૧૦૦ જીએમ એમએસજી વાસી મંચુરિયન ૧.પ કિ.ગ્રામ. તથા બાલાજી પાણીપુરી માંથી વાસી બટાટા ર કિ. ગ્રા., પટેલ ચાઇનીઝ પંજાબી, મંત્રી, ર૦૦ જીએમ એમએસજી તથા થાપાઝ ફૂડ માંથી ૧૦૦ જીએમ એમએસજી સહિત કુલ ૭ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ આ ઉપરાંત ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ મુજબ નમૂના લેવામાં આવેલ જેમાં (૧) બાલાજી કાઉ  ધી (ર૦૦ એમએલ પીકેડી જાર) સ્થળ : લક્ષ્મી ધી સેન્ટર, મધુવન કોમ્પ્લેક્ષ, દુકાન નં. ૭ ગોવિંદબાગ મે. રોડ તથા ભેંસનું ઘી (લુઝ) સ્થળ : મહાવીર સ્ટોર્સ, ગુંદાવાડી શેરી નં.ર ભાર્ગ્યોદય સ્ટોરની સામેનો સમાવેશ થયો છે.

(4:08 pm IST)