Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

લક્ષ્મીનગર શાકમાર્કેટ પાસે વરલીનોજુગાર રમતો શાંતીલાલ પકડાયો

માલવીયાનગર પોલીસનો દરોડોઃ ૪ હજારની રોકડ કબ્જે

રાજકોટ, તા. ૯ :. શહેરના નાનામવા રોડ પર લક્ષ્મીનગર શાકમાર્કેટ પાસે વરલી ફીચરનો જુગાર રમતા શખ્સને માલવીયાનગર પોલીસે ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ લક્ષ્મીનગર શાકમાર્કેટ પાસે એક શખ્સ જુગાર રમતો હોવાની માલવીયાનગર પોલીસ મથકના કોન્સ. રોહીતભાઈ કછોટ તથા અંકીતભાઈ નિમાવતને બાતમી મળતા લક્ષ્મીનગર શાકમાર્કેટ પાસેથી શાંતિલાલ ઉત્તમભાઈ સાળુકે (રહે. ગૌતમનગર લક્ષ્મીનગરના નાલા પાસે નાનામવા રોડ)ને વરલીનો જુગાર રમતા ઝડપી લઈ રૂ. ૪૩૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

આ કામગીરી પીઆઈ કે.એન. ભુકણના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.કે. ઝાલા, હેડ કોન્સ. મસરીભાઈ, કમલેશભાઈ, દિગ્પાલસિંહ, કુલદીપસિંહ, હરપાલસિંહ, અંકીતભાઈ, રોહીતભાઈ, હીતેષભાઈ દ્વારા કરવામાં આવી હતી.

(4:08 pm IST)