Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

રંગે રમે આનંદે રમે...આજ નવદુર્ગા ગરબે રમે...

ગુરૂવારથી નવલા નોરતાનો પ્રારંભ થયો છે. દરરોજ રાત્રીના જુદી જુદી પ્રાચીન ગરબીઓમાં રાસગરબાની રમઝટ બોલે છે. જેમા અવનવા રાસગરબા બાળા દ્વારા રજૂ કરવામાં આવે છે. કાલાવડ રોડ ઉપર આવેલ વિમલનગર શેરી નં. ૨ ખાતે નવદુર્ગા ગરબી મંડળ દ્વારા આ વર્ષે પણ રાસગરબાની રમઝટ બોલી રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી નવદુર્ગા ગરબી મંડળ દ્વારા વિમલનગર શેરી નં. ૧ દ્વારા સોસાયટીના રહીશોના આયોજનથી પ્રાચીન રાસગરબાનું આયોજન કરવામાં આવે છે. જે માટે લતાવાસીઓ પોતપોતાનું યોગદાન આપી રહ્યા છે. આ વર્ષે પણ ૫૧ બાળાઓ ૩ ગ્રુપમાં દરરોજ બાળાઓ વિવિધ રાસ રજૂ કરે છે. ત્યાર બાદ સમુહમાં રાસગરબાનું આયોજન કરાય છે. જેમાં સોસાયટીના લતાવાસીઓ રાસગરબાની રમઝટ બોલાવે છે. ગરબી મંડળમાં સૌ સાથે મળીને રાસગરબાનું આયોજન કરે છે. જેમા દરરોજ બાળાઓને લ્હાણી તથા નાસ્તો સોસાયટીના રહીશો દ્વારા આપવામાં આવે છે. આ વર્ષે વિમલનગરની શેરી નં. ૧ ઉપરાંત આજુબાજુના લતાવાસીઓએ પણ ગરબીમાં સહયોગ આપ્યો છે. નવદુર્ગા ગરબી મંડળમાં પ્રજ્ઞાચક્ષુ વડીલ રાસગરબાની ક્રમવાર માહિતી રસપ્રદ શૈલીમાં રજૂ કરે છે. ગઈકાલે બીજા નોરતે અકિલાના યુવા પત્રકાર તુષાર મણીલાલ ભટ્ટ પરિવારે આરતીનો લાભ લીધો હતો. જેમાં રંજનબેન મણીલાલ ભટ્ટ, ગીતા તુષાર ભટ્ટ, સ્નેહા જયેશભાઈ ભટ્ટ, હેતસ્વી તુષાર ભટ્ટ સહિતનાએ માં જગદંબાના ગુણગાન સાથે માતાજીની આરાધના કરી હતી. દરરોજ રાત્રીના ૯ થી ૧૨ વાગ્યા સુધી કોરોના ગાઈડલાઈનના પાલન સાથે પ્રાચીન રાસગરબાની રમઝટ બોલે છે જે તસ્વીરમાં નજરે પડે છે.

(4:09 pm IST)