Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

પેટ્રોલનો ભાવ વધારા સામે ! એનએસયુઆઇનો આર્શ્ચજનક કાર્યક્રમઃ ૧૭ની અટકાયત

રાજકોટ : હાલમાં ભાજપ સરકારે પેટ્રોલ, ડીઝલ તથા ગેસના ભાવમાં સતત વધારો કરતા રહીને ઐતિહાસિક સ્તરે પેટ્રોલ, ડીઝલના ભાવ પહોંચાડી દીધા છે. દેશની ૧૩૦ કરોડની જનતાને અસહ્ય મોંઘવારીના ચક્કરમાં પ્રજા હેરાન પરેશાન થઇ ગયેલ છે. ભાજપ સરકારે પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં સતત વધારો કરતા રહીને સામાન્ય તથા મધ્યમ વર્ગની હાલાકી વધારી દીધી છે. અસહ્ય મોંઘવારી ઘટાડો થાય તેવી લોકોની માંગને નેવે મુકીને  ઉચા કરબોજા સાથે મોંઘવારીનો વિકાસ થઇ રહ્યો છે. હાલમાં, પેટ્રોલ-ડીઝલના ભાવનો સતત ૪ દિવસથી વધારો થઇ રહ્યો છે. જે ગુજરાતમાં પણ પેટ્રોલનો ભાવ ૧૦૦ ને પાર થઇ ગયો છે. ડીઝલનો ભાવ પણ આવનારા દિવસમાં ૧૦૦ ને પાર જાય તો નવાઇ નહી. આ ઐતિહાસીક ભાવ વધારાને કારણે સામાન્ય તથા મધ્યમવર્ગને આ અસહ્ય મોંઘવારીનો ડામ લાગ્યો છે. કોરોનાની મહામારી તથા ભાજપ સરકારની નિષ્ફળતાને કારણે વધી રહેલ બેરોજગારીનો દર તેના પર આ અસહ્ય મોંઘવારીનો ડામ તેનાથી આમ આદમીની કમ્મર તુટી ગઇ છે.   એનએસ.યુઆઇએ ભાવ વધારાના વિરોધમાં આશ્ચર્યજનક કાર્યક્રમ આપેલ પોલીસે ૧૭ કાર્યકરોની અટકાયત કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ યુથ કોંગ્રસના પ્રમુખ મુકુદ ટાંક, એનએસયુઆઇના પ્રમુખ નરેન્દ્ર સોલંકી, હરપાલસિંહ જાડેજા, મયુરસિંહ પરમાર, ભાવેશભાઇ ભાવયેતા, અક્ષાંશ ગોસ્વામી, રવિ જીતિયા, દિપક કારેલીયા, જયદિપ બોરીચા, હંસરાજ જાડેજા તથા શકિતસિંહ, દર્શન શિયાળ, દિગ્પાલસિંહ જાડેજા, ભવ્ય પટેલ, કર્મદિપસિંહ જાડેજા, રોહિત રાઠોડ, અમન ગોહેલ, માધવ આહિર, દેવેન્દ્રસિંહ જાડેજા વિગેરેએ કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવેલ પ્રસ્તુત તસ્વીરના કાર્યક્રમ અટકાયત કરી તે નજરે પડે છ. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:09 pm IST)