Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

રાજકોટમાં કાલે કોરોના વેક્સિનેશન અભિયાન

જે સંસ્થા/સોસાયટી/ઉદ્યોગ/શૈક્ષણિક સંસ્થામાં ૨૫ કે તેથી વધુ લોકો વેક્સિન લ્યે તો મોબાઈલ વાન પણ મોકલાશે : ફોન કરવા મનપા તંત્રની અપીલ : રહેણાંક સોસાયટી માટે : ૯૭૧૪૫ ૦૩૭૪૪, શૈક્ષણિક સંસ્થા માટે : ૯૯૭૮૯ ૮૮૭૮૯, ટ્રસ્ટ/અન્ય સંસ્થા માટે : ૯૭૧૪૫ ૦૩૭૪૫

રાજકોટ: આવતીકાલે તા.૧૦નારોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સિનેશન અભિયાન યોજાશે. આ અનુસંધાને આજે તા.૦૯ના રોજ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ એક બેઠક યોજી હતીજેમાં આવતીકાલે વધુ ને વધુ લોકો વેક્સીન લઈ લ્યે તે અંગે આયોજન કરવામાં આવ્યું હતું. મ્યુનિ. કમિશનર શ્રી અમિત અરોરાએ વેક્સીનેશનમાં  બાકી રહેલા લોકોને આ વેક્સીનેશન અભિયાનમાં લાભ લેવા ખાસ અપીલ કરી છે. વેક્સિન લેવામાં સાવ બાકી હોય તેઓને આ અભિયાનમાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ અપાશે. જ્યારે પ્રથમ ડોઝ લઈ લીધો હોય અને ૮૪ દિવસ થઇ ગયાં હોય તેઓને બીજો ડોઝ આપવામાં આવશે.

       રાજકોટ મહાનગરપાલિકા દ્વારા  શહેરના ૨૧ આરોગ્ય કેન્દ્રોદરેક મેઈન વોર્ડ ઓફિસબસ સ્ટેન્ડપી.ડી.યુ. હોસ્પિટલમાં તથા પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે વેક્સીનેશન સાઈટ રહેશે. ઉપરાંત સામાજિક સંસ્થાઓહાઉસિંગ સોસાયટી કોલેજોસ્લમ એરિયાઇન્ડસ્ટ્રીયલ એરિયા ખાતે પણ વેક્સીનેશન થશે. જે સંસ્થા/સોસાયટી/ઉદ્યોગ/શૈક્ષણિક સંસ્થામાં ૨૫ કે તેથી વધુ લોકો વેક્સિન લેવા તૈયાર હોય તો મહાનગરપાલિકા દ્વારા મોબાઈલ વાન પણ મોકલવામાં આવશે. મોબાઈલ વાન મંગાવવા માટે રહેણાંક સોસાયટીઓએ ફોન નંબર ૯૭૧૪૫ ૦૩૭૪૪ ઉપર સંપર્ક કરવાનો રહેશે. જ્યારે શૈક્ષણિક સંસ્થાઓએ ફોન નંબર  ૯૯૭૮૯ ૮૮૭૮૯ તથા ટ્રસ્ટ/અન્ય સંસ્થાઓએ ફોન નંબર ૯૭૧૪૫ ૦૩૭૪૫ ઉપર કોલ કરી જાણ કરવાની રહેશે.

        આ અભિયાનમાં હાઉસિંગ સોસાયટીઓસ્લમ એરિયાબાંધકામ સાઈટ્સહોકાર્સ ઝોન વગેરે સ્થળોને આવરી લેવામાં આવશે. મ્યુનિ. કમિશનર શ્રી અમિત અરોરા દ્વારા આ મહાઅભિયાન અનુસંધાને ડેપ્યુટી કમિશનરશ્રીઓસિટી એન્જિનિયરશ્રીઓઆસીસ્ટન્ટ કમિશનરશ્રીઓઅન્ય વહીવટી અધિકારીશ્રીઓતબીબો વગેરેને જુદીજુદી જવાબદારીઓ સુપ્રત કરી દેવામાં આવેલ છે.

 આવતીકાલે તા. ૧૦ને રવિવારે યોજાનાર આ વેક્સિનેશન અભિયાનમાં શહેરના વિવિધ સ્લમ્સબાંધકામ સાઈટ્સસામાજિક સંસ્થાઓ. રહેણાંક સોસાયટીઓઉદ્યોગોહોકર્સ ઝોનશાક માર્કેટપ્રદ્યુમન પાર્ક ઝૂઆજી અને ન્યારી ડેમ ખાતેના ગાર્ડનતેમજ શહેરના અન્ય મોટા બગીચાઓસેન્ટ્રલ બસ સ્ટેન્ડરેલ્વે સ્ટેશનબીઆરટીએસનાં માધાપર ચોક અને ગોંડલ રોડ ચોક ખાતેનાં બસ સ્ટેન્ડ તથા ત્રિકોણ બાગ સહિતના સ્થળોને મોબાઈલ ટીમ દ્વારા આવરી લેવામાં આવનાર છે.

 જે નાગરિકોએ કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હોય તેવા નાગરિકોને ૮૪ દિવસ થઇ ગયા હોય તેમને  બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. વેક્સિનના બંને ડોઝ લેવા ખુબજ જરૂરી છે. જેથી જે નાગરિકોએ પ્રથમ ડોઝ લઇ લીધો છે અને ૮૪ દિવસ થઇ ગયેલ છે તેવા તમામ નાગરિકોએ જરા પણ આળસ કર્યા વગર બીજો ડોઝ લઇ લેવા અપીલ કરવામાં આવેલ છે. સાથોસાથ કોવીશિલ્ડનો પ્રથમ ડોઝ પણ અપાશે.

(8:30 pm IST)