Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

એક દિવસીય નિઃશુલ્‍ક ઓશો ધ્‍યાન શિબિર-પુસ્‍તકો-ડાયરી-કેલેન્‍ડર, મેગેઝીન વિમોચન જમ્‍બો કેક કટીંગ-મ્‍યુઝીકલ ઓરકેસ્‍ટ્રા

રવિવારે ઓશોનો જન્‍મદિવસ નિમિતે ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાન મંદિરે : શિબિર આયોજનઃ ઓશો ગીતા નિવેદીતાજી ધ્‍યાન મંદિર, સંચાલકઃ સ્‍વામિ સત્‍યપ્રકાશ કાર્યક્રમ સંચાલીકા પૂર્વ દીદી (માં પૂર્વીપ્રકાશ) ઓશો વર્લ્‍ડ માસીક મેગેઝીનનું વિમોચન શ્રીઉમેશભાઇ નંદાણી (પરિન લાઇફ સ્‍ટાઇલના સીઇઓ તથા એડવોકેટ શાંતાબેન રામજીભાઇ નંદાણી ટ્રસ્‍ટના પ્રમુખ) માંયોગ નિલમના પુસ્‍તકનું વિમોચનઃ એડવોકેટ મૌલીકભાઇ ફળદુ (સ્‍વામિ બોધિઆનંદ) પુનાથી પ્રકાશીત થતી ડાયરી તથા કેલેન્‍ડરનું વિમોચનઃ હિનામાં તથા દિલીપ સ્‍વામિ, ગુજરાતી પુસ્‍તક અમૃતદ્વારનું વિમોચનઃ સ્‍વામિ જીનસ્‍વરૂપ સરસ્‍વતીજી (આર.જે.આહયા) જન્‍મદિવસ હો મુબારક સાથે કિર્તન ઉત્‍સવ જમ્‍બો કેક કટીંગ સાથે ઓશોનો ૯૧માં જન્‍મ દિવસ ઉજવાશે ઓશોની દુર્લભ વિડીયો સંધ્‍યા સત્‍સંગ સાથે, મહાપ્રસાદ બાદ રાત્રે રાધીકા મ્‍યુઝીકલ ગ્રુપનો કાર્યક્રમ સહભાગીતા માટે નામ નોંધણી શરૂ

રાજકોટઃ  રાજકોટ ઓશોના સૂત્ર ઉત્‍સવ આમાર જાતી આનંદ આમાર ગૌત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્‍યાન શિબિરો, ઓશો સાહિત્‍ય પ્રદર્શનો, ઓશો સંન્‍યાસ ઉત્‍સવ, ભજન-કિર્તન, ગીત-સંગીત, વિવિધ સંપ્રદાયોના ઉત્‍સવો, મૃત્‍યુ ઉત્‍સવ, વિશ્વ દિવસ વગેરે રાજકોટમાં છેલ્‍લા ૩૭ વર્ષોથી ૨૪ કલાક ઓશો કાર્યોથી ધમધમતું વિશ્વનું એક માત્ર સત્‍યપ્રકાશ ધ્‍યાન મંદિર પર તથા દ્વારા ૨૪ કલાક ઓશો કાર્યોથી ધમધમતું વિશ્વનું એક માત્ર ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાન મંદિર પર તથા દ્વારા અવાર નવાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેનું સંચાલન સ્‍વામિ સત્‍યપ્રકાશ કરી રહયા છે.

૧૧મી. ડીસે.૧૯૩૧ના રોજ મધ્‍યપ્રદેશના જબલપુર પાસેના નાનકડા ગામ કુચવાડામાં પોતાના મોસાળે, ભૌતીક દેહ સ્‍વરૂપે તેઓ જન્‍મ્‍યા, માતા સરસ્‍વતી બહેન તથા પિતા બાબુલાલજીના આ સંતાનનો શરૂઆતના ૭ વર્ષ સુધીનો ઉછેર નાના નાની સાથે થયો

ઓશો જન્‍મદિવસની એક દિવસીય શિબિરની રૂપરેખા

સવારે ૬થી ૭ સક્રિય ધ્‍યાન (આ ધ્‍યાન છેલ્‍લા ૩૭ વર્ષોથી એક પણ દિવસ ચુકાયા વગર નિયમીત કરવામાં આવે છે.) સવારેઃ ૭થી ૭.૩૦ બ્રેકફાસ્‍ટ સવારે ૮.૩૦થી ૯ ગુરૂવંદના સાથે ગુરૂ પુજન સવારે ૯થી બપોરે ૧ દરમ્‍યાન ઓશોના વિવિધ ધ્‍યાન પ્રયોગો બપોરે ૧થી ૩ મહાપ્રસાદ (હરિહર) તથા વિશ્રામ, બપોરે ૩થી ૪ ઓશો વિડીયો દર્શન, બપોરેઃ ૪ વાગ્‍યે ચા-પાણી બપોરે ૪.૧૫થી  રાત્રે ૮ દરમ્‍યાન, કુંડલીની ધ્‍યાન ઓશો હાર્ટ ડાન્‍સ, સ્‍વામિ દેવરાહુલ દ્વારા હસીબા, ખેલીબા, ધરીબા ધ્‍યાનમ, ઓશો વર્લ્‍ડ મેગેઝીન, માં યોગ નિલમના પુસ્‍તક, ડાયરી-કેલેન્‍ડર, અમૃત દ્વારા પુસ્‍તક વગેરેનું મહાનુભવોના હાથે વિમોચન, ઓશોના જન્‍મદિવસની લાઇવ વિડીયો પર સંધ્‍યા સત્‍સંગ, ઓશો જન્‍મદિન મુબારક હો કિર્તન સાથે સંન્‍યાસીઓ દ્વારા જમ્‍બો કેક કટીંગ રાત્રે ૮ વાગ્‍યે મહાપ્રસાદ(હરિહર)

મહાપ્રસાદ બાદ રાત્રે ૮.૩૦ વાગ્‍યે ૮.૩૦ વાગ્‍યે રાધીકા ગ્રુપના એચ.કે.લીયા, રક્ષાબેન, દિપા ચાવડા તથા અન્‍ય કલાકારો દ્વારા જુના પીકચરોના ગીતો ગઝલનો કાર્યક્રમ

અત્રે યાદ અપાવવું જરૂરી છે કે છેલ્‍લા ૭ મહીનાથી ઓશો ગીતાધ્‍યાન મંદિરનું કામ ચાલુ છે. ઓશોએ છેલ્‍લા ૫ મહીનાથી સમગ્ર ભારતમાં સમાચાર મોકલ્‍યા છે-ફેલાવ્‍યા છે. રાજકોટમાં ૧૧ ડીસે. ઓશો જન્‍મદિવસે બીજુ ઓશો ધ્‍યાન મંદિરનું એક દિવસીય ઓશો ધ્‍યાન શિબિર દ્વારા ઓપનીંગ છે. પરંતુ સંજોગો વસાત કામ પુરૂ થયેલ ન હોવાથી અમો દિલગીર છીએ જેથી કરીને ઓશો ગીતા ધ્‍યાન મંદિરને બદલે ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાન મંદિરે એક દિવસીય ધ્‍યાન શિબિરનું આયોજન કરેલ છે.

ગીતામાં તથા નિવેદીતાજીમાંનું એક સ્‍વપ્ન હતું. ગુરૂઋણ ચુકવવાનું પરંતુ આપણા શરીરની ચામડીથી ગુરૂની ચરણ પાદુકા બનાવીએ તોપણ ગુરૂઋણ ચુકવાયું નથી બન્ને બહેનોએ નિヘય કરેલો કે ભલે ગુરૂઋણ ન ચુકવાય પણ પ્રયાસ અથાગ કરવો છે. રાજકોટમાં ઓશો સંન્‍યાસીઓ તથા પ્રેમીઓ માટે ધ્‍યાન-શિબિરો માટે ઓશો ધ્‍યાન મંદિર બનાવવું જ છે જે આપણી નજર સામે પ્રથમ તબકકાનું કામ પુર્ણ થઇ ગયુ છે.

ઉપરોકત ઓશો જન્‍મદિવસ એક દિવસની ઓશો ધ્‍યાન શિબિરમાં સહભાગી થવા ઓશો સન્‍યાસી તથા પ્રેમીઓને સ્‍વ.શાંતાબેન રામજીભાઇ ટ્રસ્‍ટે હાર્દિક અનુરોધ કરેલ છે.

સ્‍થળઃ ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ૪-વૈદવાડી, ડીમાર્ટ પાછળ, રાજકોટ સ્‍વામિ સત્‍યપ્રકાશઃ ૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડઃ ૯૮૨૪૮ ૮૬૦૭૦

(11:42 am IST)