Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

સરપદડમાં વાડી માલિકની બેદરકારીના કારણે મોતની ઘટનામાં ધરપકડ કરો : ભરવાડ સમાજની એસપીને રજૂઆત

પડધરીના સરપદડ ગામે ખેતરમાં ફરતે ફેન્સીંગમાં લગાવેલ ગેરકાયદેસર ઇલેકટ્રીક શોર્ટના કારણે સરપદડના કરશનભાઇ ભીમાભાઇ ધ્રાંગીયાનું મોત નીણજ્યાની ઘટનામાં મૃતકના પુત્રની લેખિત અરજીના પગલે પડધરી પોલીસે વાડી માલિક કિશોરભાઇ સવજીભાઇ લુણાગરીયા રે.મુંડાવાડી સામે ગુન્હો દાખલ કર્યા બાદ પડધરી પોલીસ દ્વારા વાડીમાલિકની ધરપકડમાં નિષ્ક્રિયતા દાખવવામાં આવતી હોય રાજકોટ ભરવાડ સમાજના આગેવાન ભીખાભાઇ ભરવાડ તથા રાજુભાઇ જુંજાની આગેવાની તળે ભરવાડ સમાજે એસપી જયપાલસિંહ રાઠોડને આવેદનપત્ર આપી વાડીમાલિકની તાકિદે ધરપકડ કરવા રજૂઆત કરી હતી. ગત તા. ૧ના રોજ બનેલ ઘટના અંગે છેક તા.૫નાં રોજ ગુન્હો દાખલ કર્યા બાદ આજદિન સુધી વાડીમાલિકની ધરપકડ ન કરી પોલીસ વાડીમાલિકને છાવરી રહી હોવાનો ભરવાડ સમાજના આગેવાનોએ આક્ષેપ કરી  આ ઘટનામાં તાકિદે વાડીમાલિમની ધરપકડ કરવા માંગણી કરી હતી. તસ્વીરમાં ભરવાડ સમાજના આગેવાનો એસપી કચેરીએ રજૂઆત કરતા નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:38 pm IST)