Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

રાજકોટ શહેર-ગ્રામ્‍યની ૪ બેઠકોમાં ભગવો લહેરાવનાર મતદારોનો આભાર : પ્રદિપ ડવ

રાજકોટ-૭૧માં મેયરની મહેનત સોળે કળા એ ખીલી

રાજકોટ,તા.૯: ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં રાજકોટ શહેર ગ્રામ્‍ય સહિત ની ચારેય બેઠક પદ પર ભાજપના ઉમેદવારોને જંગી લીડ થી વિજેતા બનાવવા બદલ શહેરના તમામ મતદારોનો મેયર ડૉ.પ્રદિપ ડવ એ આભાર વ્‍યકત કર્યો છે.

આ તકે મેયર ડૉ પ્રદિપ ડવ  જણાવ્‍યુ હતું કે ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં દેશના માન. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી, કેન્‍દ્રીય માન. ગળહમંત્રી અમિતભાઈ શાહ, રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડા, રાજ્‍યના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ, ગુજરાત ભાજપના અધ્‍યક્ષ સી.આર.પાર્ટીલના નેતળત્‍વમાં રાજ્‍યના મતદારોએ ભારતીય જનતા પક્ષના ૧૫૬ ઉમેદવારોને ચુટેલ છે. અને ભારતીય જનતા પાર્ટીના વિશ્વાસ અને વિકાસ તેમજ દેશના પ્રધાનમંત્રી  નરેન્‍દ્રભાઈ મોદીની લોકચાહનાથી મતદારોએ જબરી બહુમતી આપેલ છે.

શહેરની વિધાનસભાની ચાર બેઠકોમાં પણ શહેરના મતદારોએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી ખોબલેને ખોબલે મત આપી રાજકોટ પૂર્વ બેઠકના ઉદયભાઈ કાનગડ, રાજકોટ પヘમિ બેઠકના ડૉ.દર્શિતાબેન શાહ, રાજકોટ દક્ષિણ બેઠના રમેશભાઈ ટીલાળા તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિધાનસભા ૭૧ ગ્રામ્‍યની ચુંટણીના ઇન્‍ચાર્જ તરીકે મેયર ડૉ.પ્રદિપ ડવને જવાબદારી આપેલ હતી જે વિધાનસભા ૭૧ ગ્રામ્‍યના ઉમેદવાર ભાનુબેન બાબરિયા ને જંગી દિલથી વિજય બનાવેલ છે.  

વિધાનસભા ૭૧ ગ્રામ્‍યના ઉમેદવાર ભાનુબેન બાબરીયા પણ ૪૮,૪૯૪ની જંગી લીડથી વિજેતા થયેલ છે. વિધાન સભા ૭૧માં શહેરી વિસ્‍તારમાં આવતા વોર્ડમાંથી ૪૭,૧૬૭ મત મળેલ છે. જે આવકાર દાયક છે. રાજ્‍યમાં ભારતીય જનતા પાર્ટીને ૧૫૬ બેઠકો આપવા બદલ રાજ્‍યના, રાજકોટમાં ૪ બેઠક આપવા બદલ, શહેરના અને વિધાનસભા ૭૧ ગ્રામ્‍યના તમામ મતદારોનો મેયર ડૉ.પ્રદિપ ડવએ હદયપૂર્વક આભર વ્‍યક્‍ત કરેલ છે.

ભારતીય જનતા પાર્ટીના તમામ હોદેદારોઓ કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો જીતાડવા ખુબ જ મહેનત કરી પાર્ટી એક પરિવાર છે જે સાબિત કરેલ છે.  રાજકોટ શહેરનો વિકાસ અવિરતપણે આગળ વધારવામાં આવશે તેમ મેયર ડૉ.પ્રદિપ ડવએ અંતમાં જણાવેલ

(3:42 pm IST)