Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

‘પોલીસને તું મારી બાતમી કેમ આપે છે' કહી મયુર ધામેલીયા પર સમીર બ્‍લોચનો છરીથી હુમલો

યુનિવર્સિટી પોલીસમાં સમીર ઉર્ફે સમલો તથા અજાણી યુવતી સામે ગુનો

રાજકોટ,તા.૯ : રૈયાધાર સ્‍લમ કવાર્ટરમાં રહેતા યુવાનને આશાપુરા ચોકમાં  પોલીસને તું મારી બાતમી કેમ આપે છે કહી હરીહર ચોક પાસે રહેતા શખ્‍સે છરી વડે હુમલો કરતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રૈયાધાર સ્‍લમ કવાર્ટરમાં બ્‍લોકનં.૫૦૬માં રહેતો મયુર સુનીલભાઇ ધામેલીયા (ઉવ.૨૦)એ યુનિવર્સિટી પોલીસ  મથકમાં હરીહર ચોક પાસે દાતારના તકીયામાં રહેતો સમીર ઉર્ફે સમલો કાસમભાઇ બ્‍લોચ અને તેની સાથે એક અજાણી યુવતી સામે ફરિયાદ નોંધાવી છે. મયુરે ફરિયાદમાં જણાવ્‍યું છે કે પોતે મોટાભાઇ અને ભાભી સાથે રહે છે. પોતાની માતા સુધા ધામેલીયા એન. ડી.પી.એસ.ના ગુનામાં અને પિતા જૂના વોરંટમાં હાલ જેલમાં છે. પોતે રીક્ષા ચલાવે છે. પોતે અપરણીતા છે પરંતુ પોતે લગ્ન કર્યા વગર નજમા નામની યુવતીને પોતાની સાથે રાખતો તેના થકી સંતાનમાં એક દોઢ વર્ષની પુત્રી છે. હાલમાં બન્‍ને તેના પિતા સાથે રહે છે. ચારેક વર્ષ પહેલા સમીર ઉર્ફે સમલો કાસમભાઇ બ્‍લોચ (રહે. હરીહર ચોક દાતારના તકીયામાં) સાથે મિત્રતા હતી પરંતુ આ સમીર બાંધકામનો ધંધો કરતો હોઇ જેથી આ બાબતે પોતાને તેની સાથે છેલ્લા છ એક માસથી કોઇ સંબંધ નથી ગઇકાલે પોતે ઘરપાસે આશાપુરા ચોકમાં એકલો બેઠો હતો. ત્‍યારે સમીર ઉર્ફે સમલો એક યુવતી સાથે એકટીવા લઇને આવ્‍યા હતા અને પોતાની પાસે આવી સમીરે કહેલ કે ‘‘પોલીસને તુ મારી બાતમી કેમ આપે છે'' તેમ કહીને ગાળો આપછ ઝઘડો કરી છરી વડે હુમલો કરી પોતાના માથામાં આંખ ઉપર તથા માથાના ભાગે ઇજા કરી હતી દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા બંને તયાંથી ભાગી ગયા હતા આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે મયુરની ફરિયાદ પરથી સમીર ઉર્ફે સમલો તેની સાથે અજાણી યુવતી સામે ગુન્‍હો દાખલ કરી હેઙ કોન્‍સ. આઇ.ટી. મોરવાડીયાએ તપાસ હાથ ધરી હતી.

(3:45 pm IST)