Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

રાજકોટ કેનાલ રોડ પર ચેતન હાર્ડવેરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી ત્રણ શખ્સોને એ ડિવિઝન પોલીસે 5 લાખની રોકડ સાથે પકડ્યા

રાજકોટઃ કેનાલ રોડ ઉપર ચેતન હાર્ડવેર નામની દુકાનમાં તા.૪/૦૧/૨૦૨૨ના રાત્રીના ચોરીનો બનાવ બન્યો હતો. તેનો ભેદ એ ડિવિઝન પોલીસે ઉકેલી ત્રણ શખ્સને મુદ્દામાલ સાથે પકડી લીધા છે. પેટ્રોલિંગ દરમિયાન હેડકોન્સ વિરેન્દ્રસિંહ ઝાલા, ક્રિપાલસિંહ ઝાલા તથા કોન્સ. સાગરદાન દાંતીની બાતમી પરથી અવેશ ગફારભાઇ પીલુડીયા (ઉ.વ.૨૦ રહે-ગાંધી સોસાયટી મેઇન રોડ જ્ઞાનોદય સ્કુલ પાસે જંગલેશ્વર રાજકોટ) (૨) ગુલામહુસેન ઉર્ફે મોહીન કાદરભાઇ બોઘાણી (ઉ.વ.૨૧ રહે.-એકતા કોલોની જંગલેશ્વર મેઇન રોડ રાજકોટ) અને (૩)ઇમરાન કાદરભાઇ પીપરવાડીયા (ઉ.વ.૩૦ રહે-જંગલેશ્વર શેરીનં-૩૨)ને પકડી રોકડ રૂપીયા ૫,૦૬,૦૦૦ કબ્જે કર્યા છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે.એસ.ગેડમની સૂચના હેઠળ આ કામગીરી કરનાર પો.ઇન્સ. સી.જી.જોષી તથા પો.સબ.ઇન્સ જે એમ ભટ્ટ તથા એ.એસ.આઇ. બી વી ગોહીલ તથા પો.હેડ.કોન્સ.વીરેન્દ્રસિંહ ઝાલા તથા પો. હેડ કોન્સ કે એસ ઝાલા તથા પો કોન્સ હરપાલસીહ જાડેજા તથા પો કૉન્સ સાગરદાન દાંતી તથા પો.કોન્સ હરવિજયસિંહ ગોહિલ તથા પો કોન્સ મેરૂભા ઝાલાએ કરી છે.

(8:51 pm IST)