Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

રાજકોટમાં હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ તથા કોમોર્બીડિટી ધરાવતા 60 વર્ષ કે વધુ ઉંમરના લોકોને કોવિડની પ્રિકોશનરી વેકસીન આપવાનો પ્રારંભ થશે

નાના મવા ચોક આરોગ્ય કેન્દ્ર આતે સવારે 11 વાગ્યે મેયર સહિતનાં પદાધિકારીઓ, મ્યુનિ.કમિશ્નર સહિતનાં અધિકારીઓની ઉપસ્થિતમાં કાર્યક્રમ

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે તા. 10 ને સોમવારે સવારે 11.00 વાગ્યે નાના મવા ચોક આરોગ્ય કેન્દ્ર ખાતે હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સ ઉપરાંત કોમોર્બીડિટી  ધરાવતા 60 વર્ષ કે તેથી વધુ વર્ષની ઉંમરના  સિનિયર સિટિઝનોને કોવિડની પ્રિકોશનરી વેકસીન આપવા કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે  મેયર ડો. પ્રદિપ ડવ સહિતના પદાધિકા અને મ્યુનિસિપલ કમિશનર  અમિત અરોરા વગેરે ઉપસ્થિત રહેશે.

 

(7:16 pm IST)