Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલ તથા ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા શખ્સને આજીડેમ પોલીસે ૫૦ ફીરકી અને ૨૦૦ તુકકલ સાથે પકડ્યો

રાજકોટ : ચાઈનીઝ દોરા અને તુકકલ વેંચવા પર પ્રતિબંધ હોવા છતાં કેટલાક વેપારીઓ નિયમ ભંગ કરે છે. આજીડેમ પોલીસે તુકકલ અને ચાઈનીઝ દોરા સાથે સંજય ઉકાભાઇ સરવૈયા (ઉ.વ. ૪૨, ધંધો- સીઝનલ વેપાર રહે. શેરી નં.૧, નારાયણ નગર કોઠારીયા સોલવન્ટ, રાજકોટ શહેર)ને પકડી ચાઈનીઝ દોરીની ફીરકી નંગ ૫૦ કિ.રૂ ૧૦,૦૦૦ તથા ચાઇનીઝ તુક્કલ નંગ ૨૫૦ કિ.રૂ. ૫,૦૦૦ કુલ મુદ્દામાલ કિ.રૂ. ૧૫,૦૦૦નો કબ્જે કર્યો છે 

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી એચ.એલ.રાઠોડની સૂચના અન્વયે

આજીડેમ પોલીસ ઇન્સ્પેકટર વી.જે.ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર  એમ.ડી.વાળા પોલીસ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન એ.એસ.આઇ યશવંતભાઇ ભગત તથા હે.કો.ઇન્દ્રજીતસિંહ જાડેજાને મળેલ બાતમી આધારે સંજયને તેના રહેણાંક મકાનમાંથી પકડી લેવાયો છે. 

આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર વી. જે. ચાવડા તથા પો.સબ. ઇન્સ.એમ.ડી.વાળા તથા એ.એસ.આઇ. યશવંતભાઇ ભગત, તથા હે.કો.ઇન્દ્રજીતસિંહ જાડેજા તથા પો.કોન્સ. કુલદીપસિંહ જાડેજા તથા જયપાલભાઇ બરાળીયા તથા ભીખુભાઇ મૈયડ તથા કૌશેન્દ્રસિંહ ઝાલાએ કરી હતી.

 

(8:24 pm IST)