Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

કોવિડ ૧૯ ની વેકિસનનો બૂસ્ટર ડોઝ લેવા અમિત હપાણીનો અનુરોધ

રાજકોટ તા. ૧૦: હાલ જ્યારે કોરોનાના કેસો વધતા જાય છે અને કોવિડ વેકિસન આ રોગ સામે એક કવચ જેવું હોય તો તમામ લોકોને વેકિસન લેવા સૌરાષ્ટ્રના જાણીતા ફિઝિશિયન અને કાર્ડિયોલોજિસ્ટ ડોકટર અમિત હાપાણીએ હાર્દિક અનુરોધ કરેલ છે. આ વેકિસનની કોઇ આડ અસર નથી. અને કોરોના દર્દીને ગંભીર પરિસ્થિતિનો સામનો ન કરવો પડે (ત્ઘ્શ્) તથા ઓકિસજન / વેન્ટિલેટરની જરૂર લગભગ નહિવત પડે છે. હાલના સંજોગોમાં વેકિસન કોરોનાની સારવારનો મુખ્ય હથિયાર છે. અને કોર્પોરેશન અને સરકારના દવાખાનામાં વિના મુલ્યે મળે છે તો સર્વેએ તાકીદે વેકિસન લેવા નમ્ર વિનંતી કરે છે.

 

(2:42 pm IST)