Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

રિદ્ધિ સિદ્ધિ પાર્ક વિસ્તારમાં પૂલ પાસે ભરશિયાળે ગંદાપાણીની રેલમછેલ

લોકો હેરાન-પરેશાનઃ તાકિદે સમસ્યા ઉકેલવા સામાજિક કાર્યકર સવજીભાઈ ફળદુની માંગ

રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૧૮માં તથા નેશનલ હાઈવેમાં આવતા ઢેબરભાઈ રોડ ઉપર આવેલ રિદ્ધિ સિદ્ધિ પાર્ક સોસાયટીના સાંઢીયા પૂલ નાલા પાસે ભૂગર્ભ ગટર કેનાલ કુંડીમાંથી અતિશય ગંદુ ખરાબ પાણીથી ઉભરાઈ ગયેલ હોવાથી ત્યાંના ખાડા ખરબચડા ભરાઈ જવાથી પગપાળા હલનચલન કરતા લોકો તથા હળવા ભારે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયેલ. તાકિદે આ ભૂગર્ભ ગટર કેનાલના પાણીનો નિકાલ કરાવી ખાડા ખરબચડા ઉપર ડામર પેવર પેચવર્કનું કામ ચાલુ કરાવી અપાવવા સામાજીક કાર્યકર સવજીભાઈ ફળદુ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

(2:52 pm IST)