Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

રિસામણે બેઠેલી પરિણીતા પાસેથી પતિ પુત્રને લઇ જતાં ફિનાઇલ પીધું

દિયરે બળજબરી કર્યાના આક્ષેપ સાથેની અરજીઃ પરિણિતા હોસ્પિટલના બિછાને

રાજકોટ તા. ૧૦: કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં સાસરૂ ધરાવતી અને હાલ મોરબી રોડ જકાતનાકા નજીક માવતરના ઘરે છએક માસથી રિસામણે બેઠેલી એક પરિણીતા પાસેથી તેનો પતિ દોઢ વર્ષના પુત્રને લઇ જતાં માઠુ લાગી જતાં તેણીએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

હોસ્પિટલના બિછાનેથી પરિણીતાએ કહ્યું હતું કે તેના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા છે અને સંતાનમાં એક પુત્ર છે. એકાદ વર્ષ પહેલા તેની સાથે દિયરે બળજબરી આચરી હતી. આ મામલે ગત ૯/૧૦/૨૧ના રોજ પોલીસ કમિશનરને લેખિત અરજી પણ કરી હતી. છએક માસથી પોતે માવતરના ઘરે પુત્રને લઇને રિસામણે આવી ગઇ હતી. ગઇકાલે પતિ પરાણે પોતાની પાસેથી દિકરાને લઇ જતાં પોતે ફિનાઇલ પી ગઇ હતી. તેમ તેણીએ કહ્યું હતું.

તેણીએ કરેલી અરજીમાં પતિ, દિયર, સાસુ એમ બધા સાથે મળી હેરાન કરતાં હોવાનો અને  ઉંઘ આવે તેવી દવા આપ્યા બાદ દિયરે બળજબરી કર્યાનો આક્ષેપ કર્યો છે.

(2:54 pm IST)