Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

લગ્નની લાલચ આપી, બદકામ કરવાના ગુનામાં પકડાયેલ આરોપીને પોકસોના કામે નિર્દોષ મુકત કરતી સ્પે.(પોકસો) સેશન્સ કોર્ટ

રાજકોટઃ આ કામના ફરીયાદી અબ્દુલભાઈ આમદભાઈ ઠેબાએ રાજકોટ શહેરના બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ તથા જાતીય ગુનાઓ અને સામે બાળકોને રક્ષણ આપતા અધીનીયમ- ૨૦૧૨ની કલમ ૪,૬ મુજબની ફરીયાદ કરેલી. જે ફરીયાદના અનુસંધાને આરોપી મુસ્તાકભાઈ ઉર્ફે મુસો જુમાભાઈ ઉર્ફે હબીબભાઈ ઠેબાની ધરપકડ કરી. તેની સામે પુરતા પુરાવા ન મળતા તેમની વિરૂધ્ધમાં ચાર્જશીટ ફાઈલ થયેલ. જે કેસની ટ્રાયલ નામદાર જોઈન્ટ ડીસ્ટ્રીકટ જજ (સ્પે.પોકસો કોર્ટના) જજ ડી.એ.વોરા સાહેબની કોર્ટમાં ચાલેલો. જે કેસની હકિકત, સાહેદોના નિવેદનો અને બચાવ પક્ષના વકીલોની દલીલ, રજુઆતને ધ્યાને લઈ, નામદાર જોઈન્ટ જજ (પોકસો કોર્ટ)ના ડી.એ. વોરાએ આ કામના આરોપીઓને નિર્દોર્ષ છોડી મુકવાનો હુકમ કરેલો.

આ કામમાં અરજદાર / આરોપીના બચાવ પક્ષે રાજકોટના યુવાન ધારાશાસ્ત્રી શ્રી ચીમનભાઈ ડી.સાંકળીયા, અતુલભાઈ બોરીચા, વિજયભાઈ ડી.બાવળીયા, અહેસાન એ. કલાડીયા, મનીષાબેન પોપટ, પ્રકાશભાઈ એ.કેશુર, એન.સી.ઠકકર, હરેશભાઈ રાઘેડ, વિજયભાઈ સોંદરવા સી.એચ.પાટડીયા વગેરે રોકાયેલા હતા અને કામમાં આ કલાર્ક લલીતભાઈ ચુનીલાલ બારોટએ સાથ, સહકાર, સહયોગ આપેલ છે.

(4:12 pm IST)