Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

મોરબીમાં પોલીસ અને પી.એસ.આઈ., એન.એ.શુકલ સાથે ઉધ્ધતાયભર્યુ વર્તન કરી ગાળો આપી ધાક- ધમકી આપવાના ગુન્હામાં આરોપી સામજીભાઈ પરમારનો નિર્દોષ છુટકારો

રાજકોટઃ આ કામની ફરીયાદ તા.૨૯/૦૩/૨૦૨૦ના રોજ ફરીયાદી રવિરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અર્નામ પો.એ.એસ.આઈ. મોરબી સીટી બી.ડિવીઝન પોલીસ સ્ટેશન જીલ્લો મોરબી અમો તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભુપસિંહ અજુભામ પરમાર તથા પો.કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પ્રભાતભાઈ ડાંગર અર્નામ લોક રક્ષક જીતેનભાઈ જગદીશભાઈ ગઢવી અમો બધા પોલીસ સબ ઈન્સ્પેકટર એન.એ. શુકલ સાહેબ સાથે પોલીસ સ્ટેશન વિસ્તાર ગેંડા સર્કલ પાસે સવારના ૮ કલાકથી કોરોના વાયરસ અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરેલ હોય જે અનુસંધાને બંદોબસ્તમાં હતા તે દરમ્યાન સવારે ૧૦/૪૫ કલાકે એકટીવા ચાલક આરોપી શામજીભાઈ ભીખાભાઈ પરમાર ત્યાંથી નિકળતા જેને અમોએ રોકેલ અને તેની પુછ પરછ કરતા સંતોષ કારક જવાબ આપેલ નથી જેથી એકટીવા સફેદ કલરનું જેના રજી. નંબર જી.જે. ૦૩- એફ.એચ. ૨૫૩૭ને એકટીવા નીચે ઉતરીને વધુ પુછપરછ કરતા ઉધ્ધતાય ભર્યુ વર્તન કરવા લાગેલ અને જેમ ફાવે તેમ બોલવા લાગેલ અને મજકુર આરોપી સામજીભાઈ પરમારને ધીમે બોલવાનું કહેતા દેકારો કરવા લાગેલ ગાળો તથા ધાક- ધમકી આપવા લાગેલ અમો પોલીસ ઉપરોકત પોલીસ ઈન્સ.સાહેબ એન.એ. શુકલ સાહેબ સાથે પણ ઉધ્ધતાય ભર્યુ વર્તન કરવા લાગેલ જેથી કામના આરોપી સામજીભાઈ પરમારનું એકટીવા કિંમત રૂ.૨૦,૦૦૦/- પુરાનું તપાસ અર્થે કબજે કરી પોલીસ ઈન્સ્પેકટર સાહેબે સવારે ૧૦:૪૫ કલાકે ધોરણસર અટક કરેલ તે મુજબની ફરીયાદ થયેલી હતી.

આ કામના આરોપી સામજીભાઈ ભીખાભાઈ પરમાર રહે. મુ.મહેન્દ્રનગર, તા.જી.મોરબી વાળા સામે ઈ.પી.કો. કલમ- ૧૮૬, ૫૦૪ વિગેરે લગાવીને આરોપી સામે નામ. મોરબીની કોર્ટમાં ચાર્જશીટ થતા ફોજદારી કેસનાં૩૭૨૫/ ૨૦૨૧થી મોરબીના મહે.ચીફ જયુડી.મેજી. અર્ચિત એન.વોરા સાહેની કોર્ટમાં આરોપીનો કેસ  ચાલતા ફરીયાદી, સાહેદો, પંચો વિગેરેને આરોપી તરફેના વિધાન સિનિયર ધારાશાસ્ત્રી શ્રી પી.ડી.માનસેતા એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ નાએ ઉલટ તપાસ કરેલ અને ત્યારબાદ કેઇસ ચાલતા દરમ્યાન વિધ્વાન ધારાશાસ્ત્રી શ્રી પી.ડી. માનસેતાએ કાયદાકીય ધારાદાર દલીલ કરેલ જે દલીલ મોરબીની નામ. અદાલતના ચીફ જયુડી. મેજી.શ્રી એ.એન. વોરાએ માન્ય રાખીને આ કામના આરોપી સામજીભાઈ ભીખાભાઈ પરમારને તા.૪/૦૧/૨૦૨૦ના રોજ નિર્દોષ છોડી મુકવાનો હુકમ ખુલ્લી અદાલતમાં ફરમાવેલ છે. આ કામમાં આરોપી સામજીભાઈ ભીખાભાઈ પરમાર તરફે વિધ્વાન સિનિયર ધારાશાસ્ત્રી શ્રી પી.ડી. માનસેતા એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ રોકાયેલા હતા.(

(4:12 pm IST)