Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

બપોર સુધીમાં ૧૬૬૨ લોકોને વેક્‍સીનનો પ્રિકોશન ડોઝ

ડોકટરો - નર્સીંગ સ્‍ટાફ સહિતના ફ્રન્‍ટલાઇન વર્કરો અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના વડિલોને વેક્‍સીનનો પ્રિકોશન ડોઝ આપવાનો પ્રારંભ : મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા રસીકરણનો પ્રારંભ : કોરોનાની ત્રીજી લહેર સામે સુરક્ષા કવચ

પ્રારંભ : મનપા દ્વારા શહેરના નાનામવા ચોક ખાતે આવેલ આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે હેલ્‍થ વર્કર્સ, ફ્રન્‍ટલાઇન વર્કર્સ તથા ૬૦ વર્ષથી વધુ ઉંમરના સીનીયર સીટીઝનોને પ્રિકોશન વેકસીન આપવાનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. તે વખતની તસ્‍વીરમાં મેયર સહિતના પદાધિકારીઓ - અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા તે તસ્‍વીરમાં નજરે પડે છે.
રાજકોટ તા. ૧૦ : રાજકોટ,તા.૧૦: કોરોનાનું સંક્રમણ અત્‍યંત ઝડપથી ફેલાઇ રહ્યુ છે. ત્‍યારે ત્રીજી લહેરની સંભાવનાઓ ઉભી થતા આ કોરોના સંક્રમણની ચેઇન અટકાવવા કેન્‍દ્ર સરકાર દ્વારા સમ્રગ દેશમાં હેલ્‍થ વર્કર્સ, ફ્રન્‍ટલાઇન વર્કર્સ તથા ૬૦થી વધુ વયનાં કોમોર્બિડ સિનિયર સિટિઝનોને આજથી પ્રિકોશન ડોઝ (બૂસ્‍ટર) આપવાનો પ્રારંભ થયો છે ત્‍યારે રાજકોટમાં મનપા દ્વારા બપોર સુધીમાં ૧૬૦૦થી વધુ લોકોને પ્રિોકોશન ડોઝ આપવામાં આવ્‍યા છે.
આજથી  મનપા દ્વારા ૨૧ આરોગ્‍ય કેન્‍દ્રો, સિવિલ હોસ્‍પિટલ, પદ્મકુંવરબા હોસ્‍પિટલ તેમજ વોર્ડ નં. ૨ માં ચાણક્‍ય સ્‍કૂલ, વોર્ડ નં. ૧૦ માં શિવ શક્‍તિ સ્‍કૂલ, વોર્ડ નં. ૮ સિટી સિવિક સેન્‍ટર સહિત મ્‍યુનિ. કચેરીના ત્રણેય ઝોનમાં વેક્‍સિન આપવામાં આવી રહી છે. બપોર સુધીમાં ૧૬૬૨ ને ત્રીજો ડોઝ એટલે કે પ્રિકોશન કોવિડ વેકસીન આપવામાં આવેલ છે.    
મહાનગરપાલિકા દ્વારા આજે તા. ૧૦ને સોમવારે સવારે ૧૧.૦૦ વાગ્‍યે નાના મવા ચોક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે હેલ્‍થકેર વર્કર્સ અને ફ્રન્‍ટલાઈન વર્કર્સ ઉપરાંત કોમોર્બીડિટીᅠ ધરાવતા ૬૦ વર્ષ કે તેથી વધુ વર્ષની ઉંમરનાᅠ સિનિયર સિટિઝનોને કોવિડની પ્રિકોશનરી વેકસીન આપવા કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે મેયર પ્રદિપ ડવે જણાવેલ છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ૩ જાન્‍યુઆરીના રોજ ૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકોને તેમજ તા. ૧૦ જાન્‍યુઆરીથી હેલ્‍થકેર વર્કર્સ, ફ્રન્‍ટલાઈન વર્કર્સ તથા કોમોર્બીડિટીᅠ ધરાવતા ૬૦ વર્ષ કે વધુ ઉંમરના લોકોને કોવિડની પ્રિકોશનરી વેકસીન આપવાનો નિર્ણય કરેલ જે આવકાર્ય છે. કોરોનાની સામે વેક્‍સિન રામબાણ ઈલાજ છે. જેથી સંબંધિત તમામે આ ત્રીજો ડોઝ લેવા મેયરશ્રીએ અપીલ કરેલ.
આ પ્રસંગે અધ્‍યક્ષ સ્‍થાને. મેયર. પ્રદિપ ડવ તેમજ ડે. મેયર  દર્શીતાબેન શાહ, સ્‍ટેન્‍ડિંગ ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, મ્‍યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, આરોગ્‍ય કમીટીના ચેરમેન રાજેશ્રીબેન ડોડિયા, ડે. કમિશનર આશિષ કુમાર, એ.આર.સિંહ, આરોગ્‍ય અધિકારી ડો. લલિત વાંઝા, નાયબ આરોગ્‍ય અધિકારી ડો. પંકજ રાઠોડ વગેરે ઉપસ્‍થિત રહેશે.

 

(3:12 pm IST)