Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

યુનિવર્સિટી રોડ ઉપર થયેલા હુમલામાં ઈજાગ્રસ્ત ઉમંગ પટેલની ફરીયાદ પલીસ લેતી નથી !

રોટલા લેવા ગયા ત્યારે રેસ્ટોરન્ટવાળા સંજય, દક્ષ અને વૈભવે હુમલો કર્યો'તો

રાજકોટ, તા. ૧૦ :. ગત શુક્રવારે રાત્રે યુનિવર્સિટી રોડ પર રહેતા ઉમંગ ગોવિંદભાઈ પટેલ (ઉ.વ.૨૪) રહે. શિવમ પાર્ક ઉપર શહીદ ભગતસિંહજી ગાર્ડન પાસે આવેલા રાજપૂતાના રેસ્ટોરન્ટ પાસે સંજય, દક્ષ અને વૈભવે છરી, તલવારથી હુમલો કરતા ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટનામાં ઘવાયેલો ઉમંગ સિવીલ હોસ્પીટલમાં સારવાર માટે પહોંચ્યો હતો અને ત્યાંથી સારવાર માટે વેદાંત હોસ્પીટલ સદરમાં દાખલ થયો હતો. વેદાંત હોસ્પીટલ ખાતેથી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં વારંવાર એન્ટ્રી પડાવાયા છતા આજ દિવસ સુધી તેની કોઈ ફરીયાદ નહી લેવાયાનો  ઉમંગે અકિલા સાથે ટેલીફોનિક વાતચીતમાં આક્ષેપ કર્યો હતો. તસ્વીરમાં ઈજાગ્રસ્ત ઉમંગ પટેલ નજરે પડે છે.

(3:31 pm IST)