Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

મિરામ્બિકા શૈક્ષણિક સંકુલ દ્વારા મેગા જોબફેર

 શ્રી મિરામ્બિકા શૈક્ષણિક સંકુલ દ્વારા બેસ્ટ કેરીયર એજન્સીના સહયોગથી મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજીત ૨૧૦ જેટલા ઉમેદવાર અને ૧૦ કંપનીએ ભાગ લીધો હતો. કંપની અને ઉમેદવારો વચ્ચે વન ટુ વન ડીસ્કશન થયેલ હતું. શ્રી બી.ડી.જાડેજાના માર્ગદર્શન હેઠળ સંકુલના હેડ મિતેશભાઈ ચાવડા તેમજ સ્ટાફ મિત્રો અને કંપની એચઆર હેડ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:33 pm IST)