Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

નાનામવા આવાસ યોજના ગંદકી મુક્‍ત બનશે : બબ્‍બે - બબ્‍બે ડસ્‍ટબીન અપાઇ

રાજકોટ તા. ૧૦ : ગંદકી ન્‍યુસન્‍સ પોઇન્‍ટ મુક્‍ત અભિયાન હેઠળ આજે વોર્ડ નં. ૧૧માં નાના મવા રોડ પર આવેલ રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજનામાં મેયર સહિતના પદાધિકારીઓના હસ્‍તે ૧૨૦ લીટરની બે ડસ્‍ટબીન વિતરણ કરવામાં આવી હતી.
આ અંગે મેયર પ્રદિપ ડવ જણાવે છે કે દેશના પ્રધાનમંત્રી સ્‍વચ્‍છ ભારત મિશન-૨ નું લોન્‍ચિંગ કરેલ છે, તે અંતર્ગત સ્‍વચ્‍છતાની બાબતમાં શહેરીજનોના સહયોગ પર વિશેષ ભાર મુકવામાં આવી રહ્યો છે ત્‍યારે રાજકોટ શહેર સ્‍વચ્‍છ, સુંદર અને રળિયામણું બને તે માટે સૌના પ્રયાસોથી અભિગમ અપનાવીશું તો ખૂબ જ સારું પરિણામ મળી શકે. શહેરમાં જુદા જુદા ગંદકીના ન્‍યુસન્‍સ પોઈન્‍ટના કારણે આજુબાજુના રહેવાસીઓને થતી મુશ્‍કેલીને ધ્‍યાનમાં રાખી ગત જુલાઈ માસમાં મેયરે ગંદકી ન્‍યુસન્‍સ પોઈન્‍ટ મુક્‍ત અભિયાન શરૂ કરેલ. જેમાં ન્‍યુસન્‍સ પોઈન્‍ટ દુર કરવા માટેના પ્રયાસોના ભાગરૂપે વોર્ડ નં. ૧૧માં નાના મવા રોડ પર આવેલ રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજનામાં મેયર સહિતના પદાધિકારીઓના હસ્‍તે ડસ્‍ટબીન વિતરણ કરાયું હતું.
વોર્ડ નં. ૧૧ માં ગોવિંદ રત્‍ન બંગ્‍લોઝ પાસે રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજના આવેલ છે. આ આવાસ યોજનાની બાહર ન્‍યુસન્‍સ પોઈન્‍ટ આવેલ હતો. આ ન્‍યુસન્‍સ પોઈન્‍ટ ᅠદુર કરવા આવાસ યોજનાને ડસ્‍ટબીન આપવાનો નિર્ણય કરેલ. જેના અનુસંધાને આજે તા.૧૦ના રોજ મ્‍યુનિસીપલ કોર્પોરેશનની આવાસ યોજનામાં ડસ્‍ટબીન આપવામાં આવી. આ કાર્યક્રમમાં ડો. પ્રદિપ ડવ, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવા, ડે. કમિશ્નર એ.કે. સિંહ, સેનિટેશન કમીટીના ચેરમેન અશ્વિનભાઈ પાંભર, વોર્ડ નં. ૧૧ ના કોર્પોરેટર રાણાભાઈ સાગઠિયા, વિનોદભાઈ સોરઠિયા, ભારતીબેન પાડલિયા, લીલુબેન જાદવ, પર્યાવરણ ઈજનેર નિલેષભાઈ પરમાર, વિધાનસભા ૭૧ ના ઇન્‍ચાર્જ રાજુભાઈ બોરીચા, વોર્ડના પ્રભારી રાજુભાઈ માલધારી, મહામંત્રી હરસુખભાઈ માંકડિયા, સંજય ભાઈ બોરીચા વગેરે ઉપસ્‍થિત રહેલ.
આ આવાસ યોજનામાં ૨૦ બ્‍લોક આવેલ છે. દરેક બ્‍લોક દીઠ ૨ ડસ્‍ટબીન આપવામાં આવેલ છે. એક ડસ્‍ટબીન ૧૨૦ લીટરની છે. ડસ્‍ટબીન અપાયા બાદ ત્‍યાંના રહેવાસીઓને કચરો એકત્રિત કરી ટીપરવાનને જ આપવા પદાધિકારીઓએ જણાવેલ હતું.

 

(3:34 pm IST)