Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ભારત સ્ટેન્ડસ વીથ મોદી : ભાજપ દ્વારા કાલે હસ્તાક્ષર અભિયાન-હવન-ધૂન ભજન

રાજકોટ,તા. ૧૦ : શહેર ભાજપ બૌઘ્ધિક સેલના સંયોજકો નિલેશ ભલાણી, પરિમલ પરવડા, તેમજ શહેર ભાજપ સાંસ્કૃતીક સેલના સંયોજક તેજશ સીંશાગીયા અને વિજયભાઈ કારીયાએ સંયુકત યાદીમાં જણાવ્યુ છે કે,  વડાપ્રધાનશ્રીની સુરક્ષામાં પંજાબની કોંગ્રેસ સરકારે ઘોર બેદરકારી દાખવી છે. આ પ્રકારની સુરક્ષામાં બેદરકારી બદલ કોંગ્રેસની આ દુષિત માનસિકતાની સમગ્ર દેશ ઘોર નિંદા કરી રહયો છે.

ત્યારે તેના પડઘારૂપે સમગ્ર દેશમાં કોંગ્રેસની હીન માનસિકતા સામે અનેક પ્રશ્નાર્થો ઉભા થયા  છે.તેના ભાગરૂપે આવતીકાલે તા.૧૧ના મંગળવારે સાંજે પ કલાકે શહેરના કીસાનપરા ચોક, બાલભવનના ગેઈટ પાસે શહેર ભાજપ સાંસ્કૃતીક સેલ અને બૌઘ્ધિક સેલ દ્વારા 'ભારત સ્ટેડસ વિથ મોદી' અતંર્ગત હસ્તાક્ષર અભિયાન યોજવામાં આવશે.

આ અભિયાનમાં  શહેરના નામાંકિત કલાકારો અને સાંસ્કૃતીક સેલ અને બૌઘ્ધિક સેલના આગેવાનો જોડાશે.

દિવ્યાંગો દ્વારા હવન

દિવ્યાંગ સેલના શૈલેષભાઈ પંડયાની યાદીમાં જણાવાયુ છે કે 

વડાપ્રધાનશ્રીની સુરક્ષામાં પંજાબની કોંગ્રેસ સરકારે ઘોર બેદરકારી દાખવાઈ હોય તેમની સદ્દબુધ્ધિ અર્થે દિવ્યાંગ સેલના શૈલેષભાઈ  પંડયાની આગેવાની હેઠળ દિવ્યાંગ સેલ દ્વારા આવતીકાલે તા.૧૧ના મંગળવારે સવારે ૧૦ કલાકે શાળા નં.પપ, આનંદ બંગલા ખાતે 'હમારે પ્રધાનમંત્રી, હમારી શાન' અંતર્ગત હવન કરવામાં આવશે. પ્રધાનમંત્રીશ્રી ના સ્વસ્થ આરોગ્ય અને દિર્ધાયુની મંગલ કામના કરવામાં આવશે, જેમાં શાસ્ત્રીજી તરીકે જયેશભાઈ પંડયા ઉપસ્થિત રહી હવન કરાવશે.

મહીલા મોરચા દ્વારા ધુન ભજન

શહેર ભાજપ મહિલા મોરચાના મહામંત્રી કિરણબેન હરસોડા અને લીનાબેન રાવલની એક  સંયુકત યાદીમાં જણાવાયું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આરોગ્ય,સુખાકારી માટે  દિર્ધાયુ માટે શહેર ભાજપ મહિલા મોરચા ઘ્વારા શહેરના તમામ વોર્ડના મંદિરોમાં ધુન– ભજન સહીતના કાર્યક્રમો યોજાશે. જેમાં વોર્ડ –૧માં ગંગેશ્વર મહાદેવ મંદિર, ગાંધીગ્રામ, વોર્ડ–ર માં ખોડીયાર મંદીર ભોમેશ્વર સોસાયટી  , વોર્ડ–૩ માં ગીતામંદિર , વોર્ડ–૪ માં મધુવન મંદીર,વોર્ડ–પ માં  પ્રજાપતી સોસાયટી મંદીર, વોર્ડ–૬ માં મેલડી માતાજીનું મંદીર, વોર્ડ–૭ માં પંચનાથ મંદીર, વોર્ડ–૮માં સર્કીતન મંદીર,  વોર્ડ–૯માં ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદીર, વોર્ડ–૧૦માં ગોખકામેશ્વર મંદીર, વોર્ડ–૧૧માં શ્યામેશ્વર મહાદેવ મંદીર, વોર્ડ–૧રમાં જડેશ્વર મહાદેવ મંદીર, વોર્ડ–૧૩માં શનેશ્વર મહાદેવ મંદીર , વોર્ડ–૧૪માં ગોપાલ ચોરા મંદીર, વોર્ડ–૧પમાં સિઘ્ધેશ્વર મહાદેવ મંદીર, વોર્ડ–૧૬માં રાંદલ માતાજીનું મંદીર, વોર્ડ–૧૭માં ત્રીશુલ ચોક રામેશ્વર મંદીર, વોર્ડ–૧૮માં રણુજા મંદીર ખાતે ધુન–ભજન સહીતના કાર્યક્રમ યોજાશે.   તો આ કાર્યક્રમમાં શહેર ભાજપ મહિલા મોરચાના તમામ મહિલાઓને ઉપસ્થિત રહેવા શહેર ભાજપ મહિલા મોરચાના મહામંત્રી કિરણબેન હરસોડા અને લીનાબેન રાવલએ જાહેર અનુરોધ કરેલ છે.

(4:10 pm IST)