Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

રાજકોટ રેલ્વે સ્ટેશન પર એસ્કેલેટરની સુવિધા શરૂ

રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની સફળ રજુઆત

રાજકોટ તા. ૧૦ : રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાફરોને વધુ સારી રેલ્વે સુવિધા મળી રહે તે માટે હર હંમેશા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇસ્ડસ્ટ્રી દ્વારા કેન્દ્ર-રાજય સરકાર તથા રેલ્વે વિભાગોમાં રજુઆતો કરેલ છે. જેમાં મુસાફરો માટે એસ્કેલેટર ફાળવવામાં માટે અગાઉ ઘણાં વર્ષોથી માંગણી મુકવામાં આવેલ હતી. જેનો સ્વીકાર થયેલ છે. અને આશરે રૂ.ર૧ કરોડના ખર્ચે રાજકોટ સ્ટેશન ખાતે એસ્કેલેટરની સાથે વિવિધ કામોના તા.૯/૧/ર૦રર ના રોજ લોકોઅર્પણ કરવામાં આવેલ. તેમજ માનનીય સાંસદ મોહનભાઇ કુંડારીયાજી દ્વારા એસ્કેલેટરની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પણ તન-તોડ મહેનત તથા અથાગ પ્રયત્નો કરીને સાથ સહકાર આપેલ છે. તે બદલ રાજકોટ ચેમ્બર માનનીય સાંસદ મોહનભાઇ કુંડારીયા તથા રેલ્વે ડિપાર્ટમેન્ટનો સહદય આભારની  લાગણી વ્યકત કરે છે.

રાજકોટ રેલ્વે સ્ટેશન ખાતે એસ્કેલેટરની સુવિધા ધરાવતું સૌરાષ્ટ્રનું પ્રથમ સ્ટેશન બન્યું છે રાજકોટ સ્ટેશન ખાતે ત્રણ એસ્કેલેટર લગાવવામાં આવ્યા છે. જેમાં પ્લોટ ફોર્મ નં.૧ ઉપર બે એસ્કેલેટર અને પ્લેટફોર્મ નં.ર/૩ પરએક એસ્કેલેટર લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્લેટફોર્મ નં.ર/૩ પર વધુ એક લિફટની સુવિધા આપવામાં આવી છે જેની ક્ષમતા એક સમયે ર૦ વ્યકિતઓની છે.આમ રાજકોટ રેલ્વે સ્ટેશન ખાતે એસ્કેલેટરન સુવિધા મળવાથી ખાસ કરીને વરિષ્ઠ નાગરીકો, મહિલાઓ અને દિવ્યાંગો માટે ખુબજ ઉપયોગી થશે. આમ રાજકોટના સ્ટેશન ખાતે એસ્કેલેટર લગાવવા માટેના ઘણા વર્ષોની રાજકોટ ચેમ્બરની માંગણીનો સ્વીકાર થયેલ છે તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(3:36 pm IST)