Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

વેકસીનના બંને ડોઝ લેનારા વકીલો અને પક્ષકારોને કોર્ટમાં પ્રવેશ આપવાની મંજુરી આપો, કોર્ટ ચાલુ રાખો

જીલ્લા અને તાલુકાઓની તમામ કોર્ટમાં એસઓપીનું ચુસ્‍તપણે પાલન કરાવો કોર્ટ કાર્યવાહી ચાલુ રાખવા માંગ

 રાજકોટ, તા.૧૦, રાજ્‍યમાં કોરોના કેસો વધતા હાઇકોર્ટે તમામ કોર્ટમાં માત્ર વર્ચ્‍યુઅલ કાર્યવાહી કરવા આદેશ કર્યો છે તેમજ વકીલો અને પક્ષકારોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્‍યો છે. જેને પગલે વકીલોમાં માંગ ઉઠી છે કે, ૪૦૦થી ઓછા વકીલો - પક્ષકારો આવતા હોય તેવી કોર્ટો ચાલુ રાખવામાં આવે અને જિલ્લા તેમજ તાલુકાની કોર્ટમાં એસઓપીના ચુસ્‍ત નિમયમાનુસાર તેમજ વેક્‍સિનના બે ડોઝ લેનાર એડવોકેટ અને પક્ષકારાને કોર્ટમાં પ્રવેશ આપવા સાથે કોર્ટ કાર્યવાહી ચાલુ રાખવા માંગણી કરાઈ છે. બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લા, ભરતભાઇ વી.ભગત, દિપેનભાઇ કે.દવેએ એક સંયુક્‍ત અખબારી યાદીમાં જણાવ્‍યું છે કે, ગુજરાત રાજયમાં પ્રવર્તમાન કોવિડ-૧૯ની પરિસ્‍થિતિમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાતના તાબાની અદાલતો માટે તથા સરકાર દ્વારા નાગરીકો માટે એસઓપી બહાર પાડવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટના પરિપત્ર અનુસાર સમગ્ર ગુજરાત તાબાની અદાલતોમાં વર્ચ્‍યુઅલ સિસ્‍ટમથી કોર્ટ કાર્યવાહીનો આદેશ કરવામાં આવ્‍યો છે અને ધારાશાષાી અને પક્ષકારોને પણ કોર્ટમાં  પ્રતિબંધાત્‍મક આદેશ કરવામાં આવ્‍યો છે, પંરતુ વર્તમાન ગુજરાત રાજયનાં મહાનગરો સિવાય તાલુકાઓમાં કોરોનાની સ્‍થિતિ નિયંત્રણ હેઠળ છે. ગુજરાતની આશરે ૨૦૦ જેટલી તાલુકા અદાલતોમાં માંડ ૨૫ થી લઇ ૫૦ ની સંખ્‍યામાં ધારાશાષાીઓ વકીલાત કરી રહયા છે અને તેવા તાલુકા ક્ષેત્રમાં પણ કોવિડ -૧૯નુ પ્રમાણ નહિવત પ્રમાણમાં છે જેથી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જે તાલુકા અને જિલ્લાઓમાં ૪૦૦ની સંખ્‍યા કરતા ઓછા ધારાશાષાીઓ અને પક્ષકારો આવે છે તેવા તમામ જિલ્લા અને તાલુકાની કોર્ટમાં એસઓપીના ચુસ્‍ત નિમયમાનુસાર તેમજ વેક્‍સિનના બે ડોઝ લેનાર ધારાશાષાી અને પક્ષકારાને કોર્ટમાં -વેશ આપવા સાથે કોર્ટ કાર્યવાહી ચાલુ રાખવા માંગણી કરાઈ છે.
 વધુમાં જણાવ્‍યું છે કે, ગુજરાતનાં આશરે ૫૦,૦૦૦ ઉપરાંતના ધારાશાષાીઓને કોઇપણ પ્રકારની આર્થિક હાડમારી સહન ન કરવી પડે તેમજ પક્ષકારોને ઝડપી ન્‍યાય મળે તે તમામ સંજોગોને લક્ષમાં રાખી આ અંગે તાકીદે નિર્ણય કરવા તેમજ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ધારાશાષાીઓ અને પક્ષકારોનાં હિતમાં યોગ્‍ય રજુઆત કરવા અને નિર્ણય કરવા તાકીદે બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતમાં સાધારણ સભા બોલાવવા ચેરમેન કિશોરભાઇ આર.ત્રિવેદી સમક્ષ માંગણી કરાઈ છે. જેથી આગામી ગુરુવારે બપોરે ૧ વાગ્‍યે બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતનું જનરલ બોર્ડ મળશે અને  આગામી સમયમાં હાઇકોર્ટમાં કેવા પ્રકારની રજુઆત કરવી તે અંગે ચર્ચા બાદ નિર્ણય લેવાશે.
આજરોજ ૩૦૦ થી ૪૦૦ વકીલો પોતાના રોજગાર માટે આવેલા ત્‍યારે આગોતરી કોઇપણ જાણ કર્યા વગર વકીલો માટે તથા રાજકોટ બાર એસો.ના હોદેદારો માટે કોર્ટના દરવાજા બંધ કરી દીધેલ. જે બદલ પ્રિન્‍સીપલ સિવિલ જજ તથા પ્રીન્‍સીપલ ચીફને રજુઆત કરતા તેઓએ નામ ડિસ્‍ટ્રીકટ જજ શ્રી સમક્ષ રજુઆત કરવાનું કહેતા ડિસ્‍ટ્રીકટ જજ શ્રીને ઉપરોકત હાજર રહેલ તમામ હોદેદારોએ નામ ડિસ્‍ટ્રીકટ જજશ્રીને વકીલોના રોજબરોજના કાર્યો કરવા તથા તેમની આજીવીકા માટે તથા વકીલોની માન-મર્યાદા જળવાય રહે તે માટે વકીલશ્રીઓને કોર્ટ કેમ્‍પસના પ્રવેશવા દેવા મંજુરી આપવા રજુઆત કરતા નામ ડિસ્‍ટ્રીકટ જજે લેખીતમાં રજુઆત કરવાનું કહેલ અને તે મુજબ નામ ગુજરાત હાઇકોર્ટમાંથી તાત્‍કાલીક નિર્ણય આવે તે અર્થે રજુઆત કરવાનું કહેલ.
તેમ રજુઆતમાં સિધ્‍ધરાજસિંહ જાડેજા ઉપપ્રમુખ, જીતેન્‍દ્રભાઇ પારેખ ટ્રેઝરર, કારોબારી સભ્‍યો નૈમિષભાઇ પટેલ, અજયભાઇ પીપળીયા, નુપેનભાઇ ભાવસાર, મનીષભાઇ પંડયા, હિરેનભાઇ ડોબરીયા, કિશનભાઇ રાજાણી, વિવેકભાઇ સાતા અને કેતનભાઇ મંડ વિ. જોડાયા હતા.


 

(3:37 pm IST)