Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

પૂ.ભવ્યમુનિજી સા.નો આજે ૫૦મો ઉપવાસ : સંથારાનો ૨૦મો દિવસ

જૈન શાસન રત્ન ગોંડલ ગચ્છ ગૌરવ પૂ. રાજગુરુભગવંતના સુશિષ્ય

રાજકોટ,તા. ૧૦: જૈન શાસનના રત્ન, ગોંડલ સંપ્રદાયના ગૌરવવંતા ગુરુભગવંત બા.બ્ર. પરમ પૂજયશ્રી રાજેશમુનિજી મહારાજ સાહેબના શિષ્યરત્ન તપસ્વીરાજ અનશન આરાધક પરમ પૂજયશ્રી ભવ્યમુનિજી મહારાજ સાહેબને આજે તા. ૧૦ જાન્યુ. ના રોજ ૫૦મો ઉપવાસ અને સંથારાનો ૨૦ મો દિવસ છે.

ગોંડલ સંપ્રદાયના સૂવર્ણ ઇતિહાસમાં તપસ્વીરાજ પરમ પૂજયશ્રી ભવ્યમુનિજી મહારાજ સાહેબની વિશેષ આરાધનાથી જૈન શાસનની ઘણી પ્રભાવના થઇ રહી છે. જૈન ધર્મ પ્રત્યે ઓહભાવ અને આસ્થા વધી રહી છે. અત્યારસુધીમાં કરોડો સામાયિકના પચ્ચકખાણ હજારો ભાવિકોએ લીધેલ છે.અનશન આરાધકના મુખે પ્રત્યાખ્યાત લેવાનો સૂવર્ણ અવસર રાજકોટ તથા બહારગામના અનેક શાસન પ્રેમીઓએ લીધેલ છે અનેક શાસનપ્રેમીઓ દિવસ-રાત સેવા આપી રહ્યા છે અને પધારેલ મહેમાનોની ભાવપૂર્વક વૈયાવચ્ચ કરી રહ્યા છે.

પૂજયશ્રીના દર્શન-વંદન દરમ્યાન કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવી રહેલ છે. મુુહપતિ અને માસ્ક પહેરીને જ પ્રવેશ કરવાનો અને યોગ્ય ફીઝીકલ ડીસ્ટન્સ રાખીને જ દર્શન-વંદનનો લાભ આપવામાં આવે છે. શ્રી ઋષભદેવ સ્થાકવાસી જૈન ઉપાશ્રય, ૧-તીરૂપતિનગર, નિર્મલા કોન્વેન્ટ રોડ પાસે, રાજકોટ. સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ અને બપોરે ૩.૩૦ થી ૫ દર્શનનો લાભ મળવાવી શકયતા વધારે હોય છે.

શ્રી ગોંડલ સંપ્રદાય સ્થાકવાસી જૈન સિધ્ધાંત સંરક્ષક સમિતિ, રાજકોટના સ્થાપક સભ્યો તથા અગ્રણીઓ ખૂબ-ખૂબ અનુમોદના અને પર્યુપાસના કરી રહેલ છે.

શ્રી ઋષભદેવ સ્થાકવાસી જૈન સંઘ, શ્રી ઋષભાનન સ્થાકવાસી જૈન સંઘ, શ્રી પાર્શ્રનાથ સ્થાકવાસી જૈન સંઘ, શ્રી આનંદનગર સ્થાકવાસી જૈન સંઘ, શ્રી શીતલનાથ સ્થાકવાસી જૈન સંઘ, શ્રી શાંતિનાથ સ્થાકવાસી જૈન સંઘના શાસનપ્રેમી સેવાભાવીકો વ્યવસ્થા સંભાળી રહેલ છે.

(3:38 pm IST)