Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ખાદ્યતેલોમાં ફરી તેજીઃ સીંગતેલ અને કપાસીયા તેલમાં ૧૦ રૂ. વધ્યા

રાજકોટ તા. ૧૦ :.. નવા સપ્તાહના પ્રારંભે ખાદ્યતેલોમાં આજે ફરી ઉછાળો જોવા મળ્યો હતો. સીંગતેલ અને કપાસીયા તેલમાં ૧૦ રૂ. વધ્યા હતાં.

સ્થાનીક બજારમાં વેચવાલી ઘટતા સીંગતેલમાં ૧૦ રૂ. વધ્યા હતાં. સીંગતેલ - લુઝ (૧૦ કિ. ગ્રા.)ના ભાવ ૧ર૭પ રૂ. હતા તે વધીને ૧ર૮પ રૂ. અને સીંગતેલ નવા ટીનના ભાવ ર૧૭૦ ની રર૧૦ રૂ. હતાં. તે વધીને ર૧૮૦ થી રરર૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતાં. કપાસીયા, તેલ લુઝના ભાવ ૧૧૩પ રૂ. હતાં. તે વધીને આજે બપોરે ૧૧૪પ રૂ. અને કપાસીયા ટીનના ભાવ ર૦૦૦ થી ર૦પ૦ રૂ. હતા તે વધીને ર૦૧૦ થી ર૦૬૦ રૂ. થયા હતાં. બપોર સુધીમાં અન્ય કોઇ સાઇડ તેલોમાં ખાસ વધ-ઘટ ન હતી.

(3:39 pm IST)