Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

શહેરમાં ઝાડા - ઉલ્ટી - તાવ - શરદીના ૬૦૦થી વધુ કેસ

ડેન્ગ્યુ, મેલેરિયા, ચીકનગુનિયાના ૩ કેસ નોંધાયા : ૩૭૧ લોકોને શ્વાન કરડયા : સપ્તાહમાં નોંધાયેલ મચ્છરજન્ય - પાણીજન્ય રોગચાળાના આંકડા જાહેર કરતુ મનપા તંત્ર

રાજકોટ,  તા., ૧૦: શહેરમાં છેલ્લા ૭ દિવસમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનીયાનાં ૩ કેસ નોંધાયા છે.  જયારે શરદી-ઉધરસ, ઝાડા-ઉલટીના ૬૦૦ થી વધુ  તેમજ ડોગ બાઇટના ૩૭૧ કેસ નોંધાયા.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર માહિતી મુજબ તા. ૩ થી તા. ૯ જાન્યુઆરી સુધીમાં વિવિધ રોગચાળાના નોંધાયેલ કેસની વિગત આ મુજબ છે.

મચ્છરજન્ય રોગચાળાના ૩ કેસ

ડેન્ગ્યુના ૧ તથા મેલેરિયાના ૧ તથા ચિકનગુનિયાના ૧ કુલ ૩ કેસ  નોંધાયા છે.

૩૭૧ ડોગબાઇટના કેસ

છેલ્લા અઠવાડીયામાં મ.ન.પા.નાં આરોગ્ય કેન્દ્રોમાં કુતરા કરડવાના ૩૭૧ કેસ નોંધાયા છે. જે અસામાન્ય કહી શકાય તેમ હોય આ બાબત ચિતાજનક બની છે.

શરદી-તાવનાં ૬૦૦થી વધુ કેસ

દરમિયાન અન્ય રોગચાળો પણ યથાવત હોવાનું નોંધાયુ છે કેમ કે તા. ૩ થી ૧૦ જાન્યુઆરી દરમિયાન શરદી-ઉધરસના કેસ ૪૧૫ તેમજ સામાન્ય તાવના  ૧૨૮ અને ઝાડા- ઉલ્ટીના કેસ ૭૬  સહિત કુલ ૬૧૯ દર્દીઓ નોંધાયા હતા.

(3:55 pm IST)