Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

મચ્છરજન્ય રોગચાળો અટકાવવા સઘન ઝુંબેશઃ મચ્છર ઉત્પતિ સબબ ૫૨૫ને નોટીસ

રાજકોટઃ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.  પોરાનાશક કામગીરી હેઠળ ૧૦,૫૦૪ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૧૪૯૮ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૫૨૫ લોકોને નોટીસ આપી  છે. મેલેરીયા વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ફોગીંગ, પોરાનાશક સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. તે વખતની તસ્વીર

(3:55 pm IST)