Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

સ્વ. પરેશ જોષીનાં મૃત્યુ પાછળ જવાબદાર અધિકારી-કોન્ટ્રાકટર સામે પગલા લ્યો

મ.ન.પા.માં ઇજનેરની આત્મહત્યા પ્રકરણમાં કર્મચારી યુનિયનો મેદાનમાં : મ્યુ. કમિશ્નરને આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજુઆત : એન્જીનિયરીંગ એસો. કર્મચારી પરિષદ, પછાત વર્ગ કર્મચારી મંડળ અને કર્મચારી મહામંડળ સહિતનાં યુનિયનોની સંયુકત રજુઆત

રાજકોટ,તા. ૧૦:  મ.ન.પા.નાં આસિસ્ટન્ટ ઇજનેર પરેશ જોષીની આત્મહત્યાનાં ચકચારી પ્રકરણમાં હવે મ.ન.પા.ના તમામ યુનિયનો મેદાન પર આવ્યા છે અને આ પ્રકરણમાં સંડોવાયેલ અધિકારી ત્થા કોન્ટ્રાકટર સામે કડક પગલા લેવા માંગ ઉઠાવી. આ બાબતે મ્યુ. કમિશ્નરને આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજુઆત આજે સાંજે ૪ વાગ્યે કરવામાં આવનાર છે.

આ બાબતે કર્મચારી પરિષદનાં પ્રમુખ અને ભાજપના સીનીયર નેતા કશ્યપભાઇ શુકલે જાહેર કરેલ વિગતો મુજબ મ.ન.પા.નાં કર્મનિષ્ઠ કર્મચારી સ્વ.શ્રી પરેશ ભાઈ જોશી ના દુઃખદ અવસાન થી સર્વ રાજકોટ મહાનગર પાલિકા કર્મચારી પરિવારજનો અત્યંત દુઃખ ની લાગણી અનુભવે છે.

કામગીરીનું ભારણ,ઉપરી અધિકારીઓના માનસિક ત્રાસ, કોન્ટ્રાકટર ની ધમકી ઓ ના કારણ સ્વ. શ્રી પરેશ ભાઈ જોશી જેવા બાહોશ, નીડર, સ્પોર્ટ્સમેન કર્મચારીએ જીવ ગુમાવ્યો. ત્યારે સદ્ગતનાં આત્મઘાતી પગલાં બાબતે જવાબદાર તમામ ઉપરી અધિકારી, કોન્ટ્રાકટર તથા જવાબદાર સ્ટાફ વિરુદ્ધ અત્યંત ઝડપી કાયદેસર ની કાર્યવાહી બાબતે કર્મચારી પરિષદ, એન્જીનીયરિંગ એસોસિએશન, પછાત વર્ગ કર્મચારી મંડળ કર્મચારી મહામંડલ સહિત તમામ યુનિયનો દ્વારા કમિશ્નરને વિસ્તૃત આવેદન પત્ર આપવામાં આવશે. કર્મચારી એકતા જ સ્વ. શ્રી પરેશ ભાઈ જોશી ના બલિદાન ને ઝડપી ન્યાય અપાવશે આથી  સર્વ ના કર્મચારીઓને આહવાન છે કે આવેદન પત્રૅ આપવા સમયે આજે તા. ૧૦ નાં સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે બપોરે ૦૪.૩૦ કલાકે અચુક હાજરી આપે. આમ હવે મ.ન.પા.માં ઇજનેરની આત્મહત્યાનાં પ્રકરણમાં હવે તમામ કર્મચારી યુનિયનોએ એક સંપ કરી લડત આપવા નિર્ધાર કરતાં આ પ્રકરણમાં હવે નવા-જુનીનાં એંધાણ વર્તાઇ રહ્યા છે.

(3:57 pm IST)