Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

લક્ષ્મીનગર મેઈન રોડ પરથી રાજદીપ ઉર્ફે બાપુડી ચોરાઉ બાઈક સાથે પકડાયો

લોક કર્યા વગરના ટુવ્‍હીલરની ઉઠાંતરી કરતો

રાજકોટ, તા. ૧૦ :. લક્ષ્મીનગર મેઈન રોડ પર અશોક ગાર્ડન પાસેથી માલવીયાનગર પોલીસે બાતમીના આધારે એક શખ્‍સને ચોરાઉ બાઈક સાથે પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ લક્ષ્મીનગર મેઈન રોડ પર અશોક ગાર્ડન પાસે એક શખ્‍સ ચોરાઉ બાઈક લઈને ઉભો હોવાની માલવીયાનગર પોલીસ મથકના કોન્‍સ. કુલદીપસિંહ જાડેજા તથા હરપાલસિંહ જાડેજાને બાતમી મળતા અશોક ગાર્ડન પાસેથી ચોરાઉ બાઈક સાથે પકડી લીધો હતો. પૂછપરછમાં તેણે આ બાઈક બે મહિના પહેલા ખીજડીયાવાળા રોડ પર આદિત્‍ય પાર્ક પાસેથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.
આ કામગીરી પી.આઈ. કે.એન. ભુકણના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.કે. ઝાલા તથા એએસઆઈ ગીતાબેન, હેડ કોન્‍સ. મસરીભાઈ, દિગ્‍પાલસિંહ, કમલેશભાઈ, કુલદીપસિંહ, હરપાલસિંહ, રોહીતભાઈ, અંકીતભાઈ, હિતેષભાઈ તથા મનુભાઈ સહિતે કરી હતી.

 

(4:06 pm IST)