Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

રાજકોટ જિલ્લામાં ૮૨૯ અને શહેરમાં ૬૭૧ ને વેકેસીનેશન અપાઇ

રાજકોટઃ તા.૧૦, રાજકોટ શહેર તેમજ રાજકોટ જિલ્લામાં ૧૧ તાલુકાઓના ૧૨ ઘટક હેલ્થ સેન્ટર ખાતે રસીકરણના બીજા તબક્કામાં ફ્રન્ટ લાઈન તેમજ આરોગ્ય કર્મીઓને રસીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

તા. ૮ ફેબ્રુઆરીના રોજ રાજકોટ શહેરમાં ૩૮૮ ફ્રન્ટલાઈન વર્કર્સ તેમજ ૨૮૩ હેલ્થ વર્કર્સ મળી કુલ ૬૭૧ તેમજ જિલ્લામાં ૪૦૪ ફ્રન્ટલાઈન વર્કર્સ અને ૪૨૫ હેલ્થ વર્કર્સ મળીને કુલ ૮૨૯ લોકોને વેકસીન આપવામાં આવી હતી.

આઈ.સી.ડી.એસ. વિભાગ સંલગ્ન આંગણવાડીની મહિલાઓને તેમજ સુપરવાઈઝર, બ્લોક હેલ્થ ઓફિસર સહીત સ્ટાફના ૧૭૪ મળી કુલ ૧૩૯૭ તેમજ પ્રાથમિક વિભાગના ૨૪૫ શિક્ષકોને રસીકરણ કરવામાં આવ્યું છે.

(11:43 am IST)