Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

કોંગ્રેસ અમને મતદાર માનતી હતી, ભાજપે નાગરીક માન્યા

વોર્ડનં.૭માં ડો. નેહલ શુકલ, દેવાંગ માંકડ, જયશ્રીબેન ચાવડા અને વર્ષાબેન પાંધીને મળી રહેલ જબરૂ સમર્થનઃ સ્વ. ગનીભાઇ કાળાના પત્નિએ ચારેય ઉમેદવારોના ઓવારણા લીધા

રાજકોટઃ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં જે રીતે કોંગ્રેસનું સંપૂર્ણ પતન હવે નજર સામે દેખાઇ રહ્યું છે તે જોતાં ભાજપનો જંગી બહુમતિથી વિજય નિશ્ચિત છે. એમાં પણ વોર્ડ નં. ૭માં તો અત્યાર સુધી કોંગ્રેસના જ મતદારો ગણાતા દલિત અને મુસ્લીમ સમાજે પણ ભાજપના ઉમેદવારોને મત આપીને જંગી બહુમતિથી જીતાડી દેવા ખાતરી આપી હોવાનું યાદીમાં જણાવાયું છે. ભાજપના ઉમેદવાર ડો. નેહલ ચીમનભાઇ શુકલ, દેવાંગ માંકડ, વર્ષાબહેન પાંધી,જયશ્રીબહેન ચાવડા એમના સમર્થકો, કાર્યકરોની સાથે વોર્ડમાં લોકસંપર્કમાં નીકળ્યા ત્યારે આ બન્ને સમાજના અગ્રણીઓએ એમને જીતાડી દેવાનો દ્રઢ નિર્ધાર વ્યકત કર્યો હતો. ભાજપની સક્ષમ,સમર્થ અને તાકાતવાળી પેનલને જંગી બહુમતિથી વિજય મળશે.

 પહેલો ઘા રાણાનો એ ઉકિત  પ્રચાર દરમિયાન સાબિત થઇ હતી.વોર્ડ નં. ૭ના ભાજપના ઉમેદવારો આજે પ્રચારમાં નીકળ્યા ત્યારે સદર વિસ્તારના અગ્રણી, લઘુમતિ સમાજમાં જેમનું નામ આજે પણ અત્યંત આદરથી લેવાય છે તેવા જૂના કોંગ્રેસી સ્વ.ગનીભાઇ કાળાના પત્નીએ ચારેય ઉમેદવારોના ઓવારણા લીધા હતા અને એમને કોર્પોરેશનની આગામી ચૂંટણીમાં ફતેહ કરો એવી દુઆ આપી હતી. ગનીભાઇના પુત્ર હબીબભાઇએ પણ ચારેય ઉમેદવારને શુભેચ્છા પાઠવી હતી. સદરમાં વસતા સૌ કૌઇ મુસ્લીમ વેપારી,પરિવારોએ ભાજપના ઉમેદવારને ચૂંટી કાઢવા માટે પોતાના તમામ પ્રયાસ કરશે એમ જણાવ્યું હતું. તમામ ઉમેદવારોને મુસ્લીમ મતવિસ્તારમાં મોઢાં મીઠાં કરાવાયાં હતાં. સદર વિસ્તાર,ખાટકીવાસ સહિતના વિસ્તારમાં મુસ્લીમ મહિલાઓએ ભાજપના મહિલા ઉમેદવારોને કહ્યું હતું કે કોંગ્રેસે અમને અમારા અધિકાર આપ્યા જ નહીં. પરંતુ નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન થયા પછી તરત જ તીન તલાકનો કાયદો નાબુદ કરીને મુસ્લીમ મહિલાઓનું ગૌરવ એમણે વધાર્યું છે. કોંગ્રેસ અમને ફકત એની વોટબેન્ક ગણતી, ભાજપે અમને નાગરિક તરીકેનો દરજ્જો આપ્યો છે.

 આ જ પ્રમાણે દલીત સમાજે પણ ભાજપમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યકત કર્યો હતો. આ વખતે ભાજપે ભગવાનજીભાઇ ચાવડા જેવા પ્રમાણિક વ્યકિતના પરિવારમાંથી ઉમેદવારની પસંદગી કરીને સમાજને સીધો સંદેશ આપ્યો છે કે ભાજપ સંસ્કારી અને  સંનિષ્ઠ લોકોને જ ટીકિટ આપે છે.દલીત સમાજે પણ આ ચૂંટણીમાં ડો.નેહલ શુકલ, દેવાંગ માંકડ, વર્ષાબહેન પાંધી તથા જયશ્રીબહેન ચાવડાને મત આપીને ભાજપને જંગી બહુમતિથી જીતાડવા માટેનો સંકલ્પ કરી લીધો છે.

 દલીત અને મુસ્લીમ સમાજના લોકોએ કહ્યું હતું કે ડો.નેહલ શુકલ કોલેજ ચલાવે છે. અમારા સમાજના કેટલાક દીકરા-દીકરીઓ એમની સંસ્થામાં ભણ્યા છે. હજી ભણે છે. દેવાંગ માંકડ હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્ત્િ।માં સક્રિય છે. ત્યાં પણ નાત-જાતના ભેદભાવ વગર, ઊંચ-નીચ જોયા વગર સેવા થાય છે. બન્ને બહેનો પણ અમારા સુખ-દુઃખમાં સાથ આપે એવા છે. પછી અમારે કોઇ અન્યને મત આપવાનો વિચાર પણ કરવાનો નથી. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(3:10 pm IST)